Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું 

અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા કોરોના મહામારી અંતર્ગત ખૂબ જ જરૂરિયાતમંદ કુટુંબો ને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમ ના ઉદ્દઘાટન પ્રસંગે  અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ હસમુખભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના મહામંત્રી રણજીતકુમાર વણકર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લીના અધ્યક્ષ મિનેશકુમાર પટેલ તથા પ્રજ્ઞેશભાઈ શર્મા તથા અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ જીતેન્દ્રકુમાર પંડ્યા મહામંત્રી અશ્વિનકુમાર રાઠોડ મોડાસા તાલુકા ઉત્કર્ષ મંડળના પ્રમુખ કમલેશભાઈ પરમાર મંત્રી વિનુભાઈ રાઠોડ માલપુર તાલુકા ટીચર્સ મંડળી ના પ્રમુખ જયંતિભાઇ પ્રણામી અને ઉત્કર્ષ મંડળના શિક્ષકોએ હાજરી આપી  હતી.અરવિંદભાઈ પરમારે સહયોગ પૂરો પાડ્યો હતો.

 આ માનવસેવા ના કાર્યમાં ઉત્કર્ષ મંડળના શિક્ષકોએ આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો તેમજ અરવલ્લી જીલ્લા રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ દ્વારા રૂ.૧૧૦૦૦/- મોડાસા ધનસુરા ટીચર્સ મંડળી દ્વારા રૂ ૧૧૦૦૦/- તથા અરવલ્લી જીલ્લા ટીચર્સ મંડળી દ્વારા રૂ.૧૦૦૦/-નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતોઆ કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપનાર શિક્ષકો તથા સંઘના હોદ્દેદારો નો અરવલ્લી જીલ્લા ઉત્કર્ષ મંડળે સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.