Western Times News

Gujarati News

૮૩૯ ટ્રેન મારફતે  ૧૨ લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા

File

-: ઉત્તરપ્રદેશ – બિહાર – ઝારખંડ – ઓરિસ્સા – ત્રિપુરા – આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં તા. રપમી સોમવાર મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતની વધુ ૪૩ વિશેષ શ્રમિક સ્પેશયલ ટ્રેન રવાના થશે :-

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૫મી મે, સોમવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૮૮૨ વિશેષ શ્રમિક સ્પેશયલ ટ્રેન દ્વારા આશરે ૧૨.૯૬ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો – કામદારોને તેમના વતન રાજ્ય મોકલવા માટે તા.૨૪મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ ૨,૯૮૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત આશરે ૪૦ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે. આ ૨,૯૮૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પૈકી ૮૩૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે અને આ ૮૩૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત ગુજરાતમાંથી આશરે ૧૨ લાખ ૨૮ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.

હવે, તા.૨૫મી મે, સોમવાર મધ્યરાત્રિ સુધીમાં વધુ ૪૩ ટ્રેન દ્વારા ૬૮ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ત્રિપુરા, આંધ્રપ્રદેશ વગેરેમાં જવા રવાના થશે.  જે ૪૩ શ્રમિક ટ્રેનો રવાના થવાની છે તેમાં ઉત્તરપ્રદેશ માટે સુરતમાંથી ૧૪, ગાંધીધામ – મોરબી – મહેસાણામાંથી ૧-૧ એમ કુલ ૧૭ ટ્રેન, બિહાર માટે સુરતમાંથી ૦૮, રાજકોટમાંથી ૦૨, ગાંધીધામ – ભાવનગર – મહેસાણામાંથી ૧-૧ એમ કુલ ૧૩ ટ્રેન, ઝારખંડ માટે સુરતમાંથી ૦૨ અને રાજકોટમાંથી ૦૧ એમ કુલ ૦૩ ટ્રેન, આંધ્રપ્રદેશ માટે ગાંધીધામમાંથી ૦૧ ટ્રેન, ત્રિપુરા માટે અમદાવાદમાંથી ૦૧ ટ્રેન અને ઓરિસ્સા માટે સુરતમાંથી ૦૬, રાજકોટ-અમદાવાદમાંથી ૧-૧ એમ કુલ ૦૮ ટ્રેન દોડશે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને સુચારૂઢબે રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.