Western Times News

Gujarati News

મોડાસા નગરપાલિકા વિસ્તારમાં  ૧૦૯૬ કિલો અખાધ સ્વીટ & ફરસાણનો નાશ કરવામાં આવ્યો

વિવિધ સ્વીટ & ફરસાણની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું

વિશ્વભરમાં કોરોના વાઇરસને કાળો કેર વર્તાવ્યો છે લોકડાઉન-૪ દરમ્યાન અમુક છૂટ સાથે ધંધા રોજગાર પુન:  ધમધમતા થઇ રહયા છે વેપારીઓ અને પ્રજાજનોમાં એકદંરે  આનંદની  લાગણી પ્રસરી રહી છે

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્ધારા ગુજરાત સરકારશ્રી ના આદેશ અનુસાર સ્વીટ & ફરસાણ  દુકાનો ખોલતા નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય  વિભાગ દ્ધારા ખાણી-પીણી, પાન પાર્લર , પ્રોવિઝન સહિત વિવિધ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ પ્રકારની એકસપાયરડેટ વાળી  અખાધ ચીજ વસ્તુઓ મળી આવતાં નગરપાલિકાના આરોગ્ય  વિભાગના  ૬ એકમો ચેકિંગ કરતા ૩  એકમો ને સ્વીટ & ફરસાણનો   અખાદ્ય  ૧૦૯૬  કિલો  અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.