Western Times News

Gujarati News

અરવલ્લીમાં એક્સપ્રેસની ૨૫ બસોની ૨૮ ટ્રીપ અને લોકલની ૪૨ બસો દ્વારા ૯૯ ટ્રીપ શરૂ

અરવલ્લી: અનલોક-વનના આરંભ સાથે રાજ્ય સરકાર દ્વારા આંતર જિલ્લાની એસ.ટી બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપતા અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે એકસપ્રેસની ૨૫ બસ દ્વારા ૨૮ ટ્રીપ જયારે લોકલમાં ૪૨ બસથી ૯૯ ટ્રીપ શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ થંતા કોરોનાના સંક્રમણનો વ્યાપ વધવાને લઇ રાજય સરકાર દ્વાર એસ.ટી પરિવહનની સુવિધાઓ બંધ કરી હતી.પરંતુ અનલોક વનમાં તબક્કાવાર રાજ્ય સરકાર સંચાલિત એસ.ટી બસ સુવિધાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ અને ભિલોડા એમ ત્રણેય ડેપોમાંથી ૬૭ બસો દ્વારા ૧૨૭ ટ્રીપ શરૂ કરવામાં આવી છે.

જેમાં મોડાસામાંથી ૧૮ એક્સપ્રેસ અને ૧૦ લોકલ, ભિલોડામાંથી પ એક્સપ્રેસ, ૧૪ લોકલ તેમજ બાયડમાંથી બે એક્સપ્રેસ ૧૮ લોકલ બસ સેવા શરૂ થશે જેમાં મોડાસામાંથી એકસપ્રેસની ૨૬ અને લોકલની ૪૦ ટ્રીપ, ભિલોડામાંથી ૮ એક્સપ્રેસ, ૪૧ લોકલ જયારે બાયડમાંથી એક્સપ્રેસની ૪ અને લોકલની ૧૮ ટ્રીપ લગાવવામાં આવશે. જે એક્સપ્રેસના ૭૨૭૧ અને લોકલના ૯૬૬૭ કિલોમીટરનું અંતર કાપશે. આ અંગે વિગત આપતા એસ.ટી ડિવીઝનના કંટ્રોલર શ્રી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અરવલ્લીના ત્રણ ડેપોમાંથી ઉપડતી બસો પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદ સુરત અને રાજકોટના જિલ્લાના કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારો પરીવહન સેવા શરૂ થશે.

બસમાં મુસાફરી કરતા પહેલા થર્મલ ગનથી સ્કેનિંગ કરવામાં આવશે. ઉપરાંત હાથ સેનિટાઇઝ કરવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. જયાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ પણ જાળવવાનું રહેશે અને ફરજીયાત પણે માસ્ક પહેરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.