Western Times News

Gujarati News

અરવલ્લીના કોરોના પ્રભાવિત વિસ્તારના ૧૭૦૬ લોકોને ઇમ્યુનીટી કિટનું વિતરણ

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવના ૧૨૦ દર્દીઓ નોંધાયા છે ત્યારે તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોને કેન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ વિસ્તારમાં આવતા લોકોને સંક્રમણનું જોખમ રહેતુ હોય છે જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા ઇમ્યુનિટી કિટનું વિતરણ કરવામાં આવતુ હોય છે.

જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાગ્રસ્ત વિસ્તારના ભિલોડામાંથી ૫૩, ધનસુરામાં ૧૯૦, મેઘરજમાં ૧૯૯, મોડાસામાં ૧૦૩૧, માલપુરમાં ૩૨ જયારે બાયડમાં ૮૫૯ મળી કુલ ૨૩૬૪ કોરોનાનું જોખમ સૌથી વધારે હોય તેવા વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી જેમાંથી ૧૭૦૬ લોકોની રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિટામીન-સી, ડી અને વિટામીન-એ ની ટેબલેટ તથા ઉકાળા સહિતની ઇમ્યુનિટી કિટનું વિતરણ કરાયું જયારે જિલ્લામાં હોમ કોરોન્ટાઇન કરાયેલા ૨૨૫૦ પૈકી ૯૨૬ લોકોને તેમજ બાયડના ૧૨૬ હાઇરીસ્ક ધરાવતા ૧૧૬ લોકો મળી જિલ્લાના કુલ ૨૭૬૮ વ્યક્તિઓને ઇમ્યુનિટી કિટનું વિતરણ કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.