Western Times News

Gujarati News

સ્ટીલબર્ડ હેલ્મેટ્સે ફેસ શીલ્ડ્સના 5 વેરિએન્ટ લોન્ચ કર્યાં

દરરોજ 40,000 ફેસ શીલ્ડના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું

સ્ટીલબર્ડ હાઇ-ટેક ઇન્ડિયા લિમિટેડ, એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતાએ મેડિકલ ડિવાઇસીસના ક્ષેત્રમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. કોવિડ-19 સામે દેશની લડાઇનું સમર્થન કરવા માટે એક નવી શરુઆત કરતાં સ્ટીલબર્ડે વિવિધ પ્રકારના ફેસ શીલ્ડ લોન્ચ કર્યાં છે.

સ્ટીલબર્ડ ફેસ શીલ્ડ્સને એન્ડ યૂઝર્સની જરુરિયાત અને આવશ્યકતા અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તે વિવિધ પ્રકારના ડિઝાઇન, સુવિધાઓ, આકાર અને ઉપયોગ એટલે કે યૂઝ એન્ડ થ્રો, સ્ટેટિક ફેસ શીલ્ડ્સ અને ફેસ શીલ્ડ્સ સાથે સોફિસ્ટકેટ્ડ ફ્લિપ-અપ સુવિધા સાથે છે. આ ઉપયોગી સુવિધાઓ સાથે તે ફેસ શીલ્ડ્સ મેડિકલ પ્રોફેશનલ્સ, ફ્રન્ટ લાઇન વોરિયર્સ જેમાં પોલિસ, પેરા મેડિકલ કર્મચારી, હેલ્થકેર વર્કસ, સેનિટેશન વર્કસ વગેરે સાથે વ્યાપક સ્તર પર સામાન્ય લોકો માટે એકદમ સચોટ અને ઉપયોગી છે.

આ નવી શરુઆત પર પ્રતિક્રિયા આપતાં, સ્ટીલબર્ડ ગ્રુપના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રાજીવ કપૂરે જણાવ્યું કે, “શ્રેષ્ઠ ડિઝાઇન અને ક્વોલિટી ઉત્પાદન તૈયાર કરવું સ્ટીલબર્ડ સમૂહના ડીએનએમાં જ છે. સ્ટીલબર્ડ ઉત્પાદન હંમેશા કેટલાંક સારા ખાસ ફીચર્સ અને વિશેષતાઓવાળાં હોય છે.“

સ્ટીલબર્ડ ફેસ શીલ્ડ કેટલાંક ફાયદા પ્રદાન કરે છે. સ્ટીલબર્ડ ફેસ શીલ્ડ્સના કવરને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે અને તે ફેસ શીલ્ડ્સને સાબુ અને પાણી અથવા સામાન્ય ઘરેલૂ સેનિટાઇઝર્સ સાથે સરળતાથી સાફ કરી વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે.

સ્ટીલબર્ડ ફેસ શીલ્ડ્સ પહેરવા અને લગાવવામાં ખૂબ જ આરામદાયક છે અને તેને એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે કોઇ નાની જગ્યાએથી પણ વાયરસ મોં અથવા નાક વગેરેમાં પ્રવેશ નહિં કરી શકે. તેની સાથે તેને પહેરવાવાળાને પોતાના ચહેરાને વારંવાર સ્પર્શ કરવાથી રોકે છે, જેનાથી પોતાના હાથોના સંક્રમણ મોં સુધી પહોંચવાની સંભાવના દૂર કરે છે. તેની સાથે ફેસ શીલ્ડ સામેવાળી વ્યકિતના ચહેરાની અભિવ્યકિત અને લિપ મૂવમેન્ટને જોવાની સુવિધા આપે છે જ્યારે ફેસ માસ્કમાં તે સંભવ થતું નથી. त

પોતાની અત્ચાધુનિક ગુણવત્તા અને સુવિધા સંપન્ન ઉત્પાદનના કારણે, સ્ટીલબર્ડ ફેસ શીલ્ડને ગ્રાહકો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને હવે કંપની આગળના 2 મહિનામાં દરરોજ 40000થી વધારે ફેસ શીલ્ડનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય લઇને ચાલી રહી છે. બજારમાં સ્ટીલબર્ડના ક્વોલિટી ફેસ શીલ્ડ્સની માંગ ખૂબ જ વધુ છે. સમગ્ર દેશ તરફથી આ માંગને પૂરા કરવા માટે કંપની પ્રતિદિન તેમનું ઉત્પાદન વધારી રહી છે.

આ ફેસ શીલ્ડ્સની અન્ય ખાસ વિશેષતાઓ આ પ્રકારે છે –

  1. આ બજારમાં ઉપલબ્ધ સૌથી લાંબા ફેસ શીલ્ડ્સમાંથી એક છે જે કોઇ વ્યક્તિના પૂરા ચહેરાને કવર કરે છે.
  2. ફિલ્પ-અપ ફંક્શન જે કવર્સને ઉપર અને નીચે કરવાની સુવિધા પ્રદાન કરે છે.
  3. એન્ટી-સ્ક્રેચ કોટેડ
  4. એન્ટી-ફોગ સાથે ઉપલબ્ધ છે
  5. અનબ્રેકેબલ પોલી કાર્બોનેટ શીલ્ડ
  6. માથા પર સુવિધા માટે પીયૂફોમને સોફ્ટ ફેબ્રિકથી કવર કરવામાં આવ્યાં છે.
  7. વિવિધ હેડના આકાર માટે એડજેસ્ટેબલ સાઇઝ
  8. ઓપ્ટિકલ ટ્રૂ
  9. પીકકૈપ સાથે શીલ્ડ
  10. અનુમાનિત મોટાઇ 2 એમએમ
  11. યૂવી પ્રિન્ટેડ ફેસ શીલ્ડ્સ

શ્રી રાજીવ કપૂરે જણાવ્યું કે, “સ્ટીલબર્ડ હેલ્મેટ્સ ખૂબ જ જલ્દી બાળકો માટે અલગ-અલગ અને આકર્ષક ડિઝાઇનોમાં ફેસ શીલ્ડ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે “સ્ટીલબર્ડનું માનવું છે કે બાળકો વાયરસની સૌથી વધારે સરળતાથી લપેટમાં આવી શકે છે અને આવામાં તેમને સંભાળીને રાખવું માતા-પિતા માટે એક મોટું કામ હોય છે, ખાસ કરીને જ્યારે પાર્ક વગેરેમાં જોખમ ખૂબ વધી જાય છે. એવામાં ફેસ શીલ્ડ એક મોટા ટૂલના રુપમાં કામ કરી શકે છે કારણકે બાળકો માસ્ક પહેરવાથી અચકાય છે. સાથે, મહિલાઓને દૈનિક ઉપયોગના ઉત્પાદનના રુપમાં ચહેરાના કવરના અનુકુળ બનાવવા માટે વિશેષ ડિઝાઇનર ફેસ શીલ્ડ વિકસિત કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસથી બચવા માટે ફેસ શીલ્ડ, પીપીઇ કિટ, માસ્ક, સેનિટાઇઝર વગેરે જીવન રક્ષક ટૂલ્સ છે અને એવામાં શ્રી રાજીવ કપૂરે ભારત સરકારથી પણ અનુરોધ કર્યું છે કે આ બધા પરથી જીએસટી હટાવવામાં આવે. તેનાથી તેની કિંમચ ઓછી થશે. બધા માટે તેનો ઉપયોગ જરુરી થઇ ગયો છે અને તેથી તેના માટે કિંમત ઓછી રાખવી પડશે. તેના પરથી જીએસટી હટવાથી તેમની કિંમત ઓછી થશે અને તે સામાન્ય લોકોને ખૂબ જ સસ્તી કિંમત પર ઉપલબ્ધ થશે. સરકારને આ પગલાં ખૂબ જ જલ્દી અને ઝડપથી ઉઠાવવા પડશે. આ ફેસ શીલ્ડની કિંમત 299 રુપિયાથી લઇને 699 રુપિયા વચ્ચે અલગઅલગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.