Western Times News

Gujarati News

પ્રવાસી શ્રમિકો વગર મુંબઈના કારખાનાઓ ઠપ થઈ ગયા

પ્રતિકાત્મક

મુંબઈના ઔદ્યોગિક ક્ષેત્રોમાં સામાન્યરીતે લોકોની ગતિવિતિ રહે છેઃ ખુલેલા વિસ્તારોમાં એકલ-દોકલ લોકો દેખાય છે
મુંબઈ,  મહારાષ્ટ્રના પ્રવાસી શ્રમિકો ખૂબ જ દર્દ સાથે વતન પહોંચ્યા છે, જેની અસર ત્યાંના ઉદ્યોગો પર દેખાવા માંડી છે. અનલોક પ્રક્રિયા શરુ થયા બાદ મહારાષ્ટ્રના ઉદ્યોગ-ધંધા હવે ધીમે ધીમે શરુ થઈ રહ્યા છે. કારખાના અને ફેક્ટરીઓમાં સોશ્યલ ડિસ્ટેંસિંગ, માસ્ક, સેનિટાઇઝર વગેરે તમામ વ્યવસ્થા છે, પરંતુ ફેક્ટરીઓમાં જોઈ કોઈ નથી તે મજૂરો. પ્રવાસી શ્રમિકોના પરસેવાના દમ પર કારખાના ચાલતા હતા, એટલે હવે ઉદ્યોગો શરુ થયા છતાં ત્યાં સન્નાટો છે.

મુંબઈમાં એક મીડિયા ટીમ એવા કારખાનાની મુલાકાતે પહોંચી, જેમાં લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ હતી, જ્યારે બીજી સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રિઝ હતી. મુંબઈના ઔદ્યોગિક વિસ્તારોમાં સામાન્ય રીતે લોકોની ગતિવિધિઓ ખૂબ રહે છે, પરંતુ કોરોના વાયરસ સંક્રમણ પછી ખુલેલા આ વિસ્તારોમાં એકલ-દોકલ લોકો જ જોવા મળે છે. જગજીતસિંહ, એન એસ ઈન્ડસ્ટ્રીઝના માલિક છે, તેમનો એક લઘુ ઉદ્યોગ એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીઝ છે, સામાન્ય રીતે તેમના કારખાનામાં ૨૫ મજૂરો કામ કરે છે, પરંતુ હવે તેમના ત્યાં ફક્ત ચાર લોકો કામ કરે છે. કેમ કે તમામ મજૂરો લોકડાઉન દરમિયાન પોતાના વતન પહોંચી ગયા છે.

જગજીતસિંહ કહે છે કે,‘મોટાભાગના મજૂરો ઘેર જતા રહ્યા છે. અમે ત્રણ મહિનાનો પગાર આપ્યો, પરંતુ એ લોકો ખૂબ ડરેલા છે. હું તેમને સતત ફોન પર વાત કરી રહ્યો છું, એ આવવા ઈચ્છે છે પરંતુ હાલ નહીં. પ્રવાસી શ્રમિકોનું કહેવું છે કે એકવાર જ્યારે મુંબઈથી કોરોના વાયરસ સમાપ્ત થઈ જાય તો અમે ચોક્કસ આવીશું. હાલ જે મજૂરો કામ કરી રહ્યા છે, તેમના માટે મારા ઘરથી ભોજન મોકલવામાં આવે છે. હું તેમને મારી ગાડીથી ફેક્ટરી લાવું છું અને ઘરે છોડું છું. અમારો ધંધો ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

હું તેમની ટ્રેન ટિકિટ બનાવવા તૈયાર છું પરંતુ હાલ તેઓ મુંબઈ આવવા ઈચ્છતા નથી.’ ત્યાર¥ય ત્યારબાદ મીડિયા પ્રતિનિધિઓની ટીમ થાણે સ્થિત પ્રસિદ્ધ પ્રશાંત કોર્નર ફૂડ ફેક્ટરી પહોંચ્યા. અહીંયા મીઠાઈ બને છે આ એક લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ છે. તેના છ આઉટલેટ છે. કેટલાક દિવસો પહેલાં તેમની દુકાનો ખુલી છે, પરંતુ તેમની પાસે મજૂરોની જોરદાર અછત છે. આ કંપનીનું મેન્યુફેંકચરિંગ યુનિટ બિલકુલ ખાલી છે. અહીંયા એક યુનિટમાં રોજ ૧૦૦ મજૂરો કામ કરે છે પરંતુ ત્યાં હાલ ૧૦ જેટલા મજૂરો જ કામ કરે છે. બાકી, તમામ મજૂરો હાલ નોકરી છોડીને જતા રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.