Western Times News

Gujarati News

કચ્છની ધરા ફરી સોમવારે ધ્રુજીઃ ૪:૬નો તીવ્રતાનો આંચકો

અમદાવાદ: રવિવારે રાત્રે ૮ વાગ્યે આવેલા ભૂંકપ પછી કચ્છમાં સોમવારે બપોરે એક વાગ્યે ૪.૬ની તીવૃતાનો ભૂકપનું આચકો લોકો ગભરાડ ફેલાઈ ગઈ હતી અને ઘરની બહાર આવી ગયા હતા. રવિવારથી સોમવાર સુધીમા કચ્છમાં ૧૩ આંફ્ટર શોર્ક નોધાયો છે. ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાની અસર અમદાવાદમાં પણ થઈ હતી. અમદાવાદમાં બહુમાળી મકાનોમાં રહેતા રહીશો રવિવારે રાત્રે ગભરાટને કારણે નીચે દોડી આવ્યા હતા.

અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક શહેરો અને વિસ્તારોમાં રવિવારે રાત્રે સવા આઠના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદ સહિત રાજકોટ અને અંજારમાંથી મળતા અહેવાલો પ્રમાણે ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર ધસી આવ્યા હતા. અમદાવાદમાં ગોતા સહિતના વિસ્તારોમાં કેટલાક ફ્‌લેટોમાંથી લોકો ઘર નીચે દોડી આવ્યા હતા. કોરોના સંકટમાં આવેલી નવી આફતથી લોકો અત્યંત હાંફળાફાંફળા બની ગયા હતા. પ્રાથમિક અહેવાલો પ્રમાણે ભૂકંપની તીવ્રતા ૫.૮ની હતી. અમદાવાદમાં વસ્ત્રાપુર, થલતેજ, પાલડી, ગોતા, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સાંજે ઘરમાં બેઠા હતા ત્યારે જ આંચકો અનુભવાયો હતો. કેટલાક લોકો પહેલાં શું થયું તે સમજી શક્યા નહોતા પણ આ સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.