Western Times News

Gujarati News

અરવલ્લીના ૩૪,૯૨૨ ભૂલકાઓને સુખડીનું વિતરણ કરાયું 

જિલ્લાની ૧૪૫૦ આંગણવાડી બાળકોનો ઘરે-ધરે પુરક આહાર અપાય છે. 

સમગ્ર રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને લઇ  લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એ સમયગાળા દરમિયાન નાના ભૂલકાઓની ચિંતા કરી આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બચત થયેલા અનાજ-તેલના જથ્થાનો ઉપયોગ કરી આંગણવાડી કેન્દ્રના ૩ થી ૬ વર્ષના બાળકોને સાપ્તાહિક સુખડી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અરવલ્લીના ૩૪,૯૨૨ બાળકોને સુખડીનું વિતરણ કરાયું છે.

અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પ્રભાવને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ૧૪૫૦ આંગણવાડી કેન્દ્રો નાના ભૂલકાઓના આરોગ્યની તકેદારી માટે બંધ કરવામાં આવ્યા, આ સમયે બાળકોને ગરમ નાસ્તોના અવેજીમાં બાલશક્તિ પેકૅટ આપવામાં આવ્યા હતા, આ સાથે બાળકોને પુરક પોષણ જળવાઇ રહે તે માટે પૌષ્ટીક આહાર તરીકે બાળક દિઠ સપ્તાહમાં એક વાર એક કિલોગ્રામ સુખડીનું ઘરે-ઘરે વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

જેમાં મોડાસાના ૬૧૧૯, માલપુરના ૩૯૩૮, ધનસુરાના ૩૨૮૧, બાયડના ૬૧૫૧, ભિલોડાના ૭૬૯૬ અને મેઘરજના ૭૭૩૭ મળી જિલ્લાના કુલ ૩૪,૯૨૨ ભૂલકાઓને  સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.