Western Times News

Gujarati News

ધનસુરા તાલુકાના છેવાડાના કમાલીયા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના છેવાડાના કમાલીયા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયેલુ નજરે નિહાળી શકાય છે પરંતુ  ગંદકી પંચાયતને દેખાતી નથી ગ્રામજનો ના  જાગૃત નાગરિકોની વારંવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત નેઆંખ આડા કાન કરી નજર અંદાજ કરવામાં આવે છે અને ગામમાં પાકો રસ્તો ન બનવાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ગ્રામજનો કાદવ કીચડ ખુંદવા માટે મજબુર બની રહ્યા છે

ગામમાં કાદવ કીચડના દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની બીમારી ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે અરે સરકાર દ્વારા સતત સ્વચ્છતા જાળવવા લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવી સ્વચ્છતા માટે સતત અપીલ કરવામાં આવે છે

જ્યારે ગામમાં સીસી રોડ ન બનતો ગ્રામજનો વારંવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવે છે સીસી રોડ બનાવી દેવામાં આવે તો ગ્રામજનોને કાદવ કીચડ મોથી છુટકારો મળે અને સ્વચ્છતા જળવાઇ રહે. સરકાર આ દિશામાં યોગ્ય પગલાં ભરે તેવી લોકોની માંગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.