Western Times News

Gujarati News

સપના પુરા કરવા મુંબઈ આવતા યુવાનોને અનુપમ ખેરે શું સલાહ આપી

મુંબઈ: ૩૪ વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ સહુ કોઈને હચમચાવી દીધા છે. સહુના મનમાં એક જ પ્રશ્ન છે કે, હંમેશા હસતા સુશાંતે શા માટે આવું પગલું ભર્યું ? આ જ પ્રશ્ન ‘એમ.એસ.ધોની ઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંતના પિતાનો રોલ કરનાર અભિનેતા અનુપમ ખેરને પણ થાય છે. અભિનેતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા અને સપના પુરા કરવા મુંબઈ આવતા યુવનોને સલાહ આપતો એક વીડિયો અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર મુખ્યો છે. જે બહુ જ વાયરલ થયો છે. સુશાંતની મોતના સમાચાર સાંભળીને અનુપમ ખેરના આંસુ બંધ થવાનું નામ જ નહોતા લેતા.

અનુપમ ખેરે વીડિયોમાં મુંબઈ પોતાના સપના પૂરા કરવા આવતા યુવાનોને સલાહ આપી છે કે, મુંબઈ સપનાઓનું શહેર છે. અહીં આવો, મહેનત કરો અને ક્યારેય હાર ન માનો. સુશાંત સિંહ રાજપુતના મૃત્યુએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

હું આજે એ હજારો નવયુવાનોને કહેવા માંગુ છું કે, કદાચ તમારા સપનાઓ પૂરા થવામાં સમય લાગે પરંતુ હાર નહીં માનતા. હું જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મારી સાથે પણ આવું જ થયુ હતું. લોકો કહેતા કે, માથા પર વાળ નથી, કેકડા જેવો પતલો છે, હિન્દી માધ્યમમાં ભણેલો છે અને ૧૯૮૧માં આ વાતો સાચી પણ હતી.

તમારો જુસ્સો ઓછો કરનારા, તમને નીચું દેખાડનારા હંમેશા મળશે પરંતુ હાર નહીં માનતા. તમારા સપનાઓને છોડતા નહીં. ત્યારે મારા દાદાએ કહ્યું હતું કે, બેટા હાર નહીં માનતો કારણ કે ભીંજાયેલો વ્યક્તિ વરસાદથી નથી ડરતો. અત્યારે તમે જે પણ પરિસ્થિતિમાં છો, ઉદાસ થજા પણ હારતા નહીં. ઉદાસ હોવ ત્યારે લોકો સાથે વાત કરો, પરંતુ તમારા સપનાઓ પર અડી રહો. માતા-પિતા, મિત્રો સાથે વાતો કરો, ભલે એકલા રહો પણ દ્રઢ રહો. જા સુશાંત સિંહ રાજપુતને ખરેખર શ્રદ્ધાંજલિ આપવી હોય તો, આઉટસાઈડર્સ બનીને હારો નહીં કારણકે આપણી જીત એ જ સુશાંતને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે. મુંબઈ દયાળુ શહેર છે અને એણે લાખો લોકોના સપના પૂરા કર્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહુ સારા લોકોથી ભરેલી તમને આગળ વધવામાં મદદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.