Western Times News

Gujarati News

ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવતા નામચીન બુટલેગર ચિરાગ પંચોલીને રાજસ્થાનમાં ઘરેથી દબોચ્યો,બુટલેગરોમાં ફફડાટ  

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીજીના ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા માટે બુટલેગરોમાં સિલ્ક રૂટ તરીકે જાણીતી અરવલ્લીની રાજસ્થાનને અડીને આવેલી શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી ગાંધીનગર સુધી ઉંચી પહોંચ ધરાવતા બુટલેગરો  હપ્તારાજની લાલ જાજમ પાથરી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી છે પરપ્રાંતીય બુટલેગરોની ગાંધીનગરથી લઈ અરવલ્લી,સાબરકાંઠાના કેટલાક  રાજકીય આકાઓ તથા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની ભાઈબંધી પણ અનેકવાર ચર્ચાને કેન્દ્રમાં રહી છે ત્રણે જીલ્લામાં વહીવટદારોની બોલબાલા પણ અધિકારીઓથી ઓછી નથી બુટલેગરોના વહીવટદારો પ્રામાણિક અધિકારીઓને પણ વિવિધ પ્રલોભન આપી લલચાવવાનો પ્રયત્ન કરતા હોય છે

કેટલાક પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની છત્રછાયા નીચે બુટલેગરો ફાટીને ધુમાડે જતા પોલીસકર્મી પર હુમલો કરતા પણ ખચકાતા નથી થોડા વર્ષો અગાઉ શામળાજી પીએસઆઇ વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા મોત નીપજ્યું હતું ત્યારે ગુજરાતમાં વિદેશી દારૂની વિવિધ વાહનો મારફતે લાઈન ચાલવી વર્ષ દહાડે લાખ્ખો કરોડ઼ોં રૂપિયાનો દારૂ ઠાલવનાર અનેક ગુન્હામાં  મોસ્ટ વોન્ટેડ કુખ્યાત બુટલેગર ચિરાગ પંચોલીને અરવલ્લી જીલ્લામાં નવનિયુક ડીવાયએસપી ભરત બસિયા અને તેમની ટીમે ખેરવાડા તેના ઘર નજીકથી ફિલ્મી ઢબે દબોચી લેતા બુટલેગર ચિરાગ પંચોલીના મોતીયા મરી ગયા હતા રાજસ્થાનથી ભિલોડા પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઘરાબો ધરાવતા રાજસ્થાન ખેરવાડાના બુટલેગર ચિરાગ પંચોલીને નવનિયુક્ત ડીવાયએસપી ભરત બસીયાએ તેના વિસ્તારમાંથી દબોચી લેતા અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ માં ચિરાગ પંચોલી પોલીસ તપાસમાં તેમના નામના વટાણા વેરી નાખે તો પગ તળે રેલો ન આવે તે માટે હવાતિયા મારી રહ્યા હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ડીવાયએસપી ભરત બસીયાએ જીવના જોખમે ઝડપી લેતા અભિનંદન પાઠવ્યા હતા

ડીવાયએસપી ભરત બસિયા અને જીલ્લા પોલીસતંત્રએ થોડા દિવસ અગાઉ ભિલોડાના ડોડીસરા ગામના માથાભારે પોલીસકર્મીઓ પર હુમલા કરવા ટેવાયેલા બુટલેગર સુકા ડુંડના ઘરે રેડ કરી મોટીમાત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો જેમાં ખેરવાડાના ચિરાગ પંચોલીનું નામ ખુલતાં ડીવાયએસપી ભરત બાસિયાએ મોસ્ટ વોન્ટેડ બુટલેગર ચિરાગ પંચોલીની કરમ કુંડળી મેળવી તેને ઝડપી પાડવા છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્ત રાહે વોચ ગોઠવી હતી અને બાતમીદારોને સક્રિય કર્યા હતા હાલ બુટલેગ ચિરાગ પંચોલી ઘરે હોવાની માહિતી પ્રાપ્ત થતા જ બુધવારે વહેલી સવારથી જ ડીવાયએસપી ભરત બસિયા જીલ્લાના ત્રણ પોલીસઅધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખેરવાડામાં ખાનગી વાહનોમાં પડાવ નાખ્યો હતો

બુટલેગર ચિરાગ પંચોલી ઘરની બહાર નીકળતા ની સાથે ખાનગી કાર જોઈ જતા પોલીસરેડ ની ભનક આવી જતા ઘર તરફ દોટ લગાવતાં ડીવાયએસપી ભરત બસીયાએ કારમાંથી ઉતરી ચિરાગ પંચોલી પાછળ ફિલ્મી ઢબે પીછો કરી ઘરમાં ઘરી જાય તે પહેલા દબોચી લઈ બુટલેગરના પરિવારજનો કે આજુબાજુના રહીશો બુટલેગરને બચાવવા હુમલો કરે તે પહેલા વીજળીવેગે ચિરાગ પંચોલીને ખાનગી વાહનમાં નાખી સીધો ખેરવાડા પોલીસસ્ટેશન ભેગો કરી ત્યાંથી તાબડતોડ  ભિલોડા પોલીસ સ્ટેશન જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ પૂછપરછ હાથધરી હતી

પરપ્રાંતીય બુટલેગરોની તપાસમાં જતા મોટા ભાગના અધિકારીઓ બુટલેગરોની મહેમાનગતિ માણી પરત ફરતાં હોવાની ચર્ચા
ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવવા સ્થાનિક બુટલેગરો સાથે પરપ્રાંતીય બુટલેગરો વિદેશી દારૂ ઠાલવતા હોવાથી પ્રોહીબીશનના ગુન્હામાં અનેક પરપ્રાંતીય બુટલેગરોની સંડોવણી બહાર આવતાં રાજ્ય પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મીઓ બુટલેગરોનું પગેરું મેળવવા તપાસ અર્થે રાજસ્થાન,હરિયાણા,પંજાબ,દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં જતાં હોય છે જેમાંથી મોટ ભાગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બુટલેગરોની મહેમાન નવાજી માણી ડેલીએ હાથ દઈ ઠાલા હાથે પરત ફરતાં હોવાની ચર્ચા પણ છાસવારે પોલીસ બેડામાં ચર્ચાતી હોય છે બુટલેગરોની સાથે ભઈબંધીના પગલે અન્ય ગુન્હાઓની તપાસ માટે જતી પોલીસને બુટલેગરો તમામ સગવડો પુરી પાડતાં હોવાની બુમો પણ ભૂતકાળમાં ઉઠી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.