Western Times News

Gujarati News

ડી માર્ટ મોલમાંથી ખરીદેલા લોટમાં જીવજંતુ નીકળ્યા

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા એક મોલમાંથી ખરીદેલા લોટમાંથી જીવજંતુ મળી આવ્યા હતા. એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે ભોગ બનેલી મહિલાએ મોલ સંચાલકો સામે ફરીયાદ કરી છે.આમ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કયાં સુધી કરાશે? વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ડી માર્ટ મોલમાં એક મહિલા લોટ લઈને આવી હતી જેમાં તપાસ કરતા ઈયળો, જીવજંતુ જાવા મળ્યા હતા. જેથી સમગ્ર મામલે ે મહિલાએ ડી માર્ટ મોલમાં જઈને રજુઆત કરી હતી. પરંતુ ત્યાં તેને કોઈ યોગ્ય જવાબ મળ્યો નહતો. અને તેની સાથે ગેરવર્તણુંક કરવામાં આવી હતી.

એટલે મહિલાએ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ તથા ૧૦૦  નંબર પર ફોન કરીને જાણ કરી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા મોલ સંચાલક વિરૂધ્ધ મહિલાએ વેજલપુર પોલીસને અરજી કરી હતી.

ઉપરાંત, ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખને રજુઆત કરતા મુકેશ પરીખે ફૂડ એન્ડ ડ્રગ્‌ વિભાગના અધિકારીને ફોન પર ફરીયાદ કરી હતી ત્યારે તેમણે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ અંગે મુકેશ પરીખે જણાવ્યુ હતુ કે મોલ સંચાલકો એક્ષપાયરી ડેટ વાળો સામાન વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. એટલે તંત્ર દ્રારા મોલ સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જાઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.