Western Times News

Gujarati News

વિવો સાથે કરાર ખતમ કરવા ભારતીય બોર્ડનો સાફ ઈન્કાર

નવી દિલ્હી: એક તરફ ચીનના ઉત્પાદનનો અને કંપનીઓનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ બીસીસીઆઈએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તે આઈપીએલના મુખ્ય સ્પોન્સર વીવો સાથે કરાર ખતમ કરશે નહીં. બીસીસીઆઈએ કહ્યું કે, તે આગામી સમય માટે પોતાની સ્પોન્સર નીતિની સમીક્ષા માટે તૈયાર છે

પણ આઈપીએલના વર્તમાન ટાઈટલ સ્પોન્સર વીવો સાથે કરાર ખતમ કરવાનો કોઈ ઈરાદો નથી. બોર્ડના ટ્રેઝરર અરૂણ ધુમલનું કહેવું છે કે, આઈપીએલમાં ચીનની કંપનીથી આવી રહેલા પૈસાથી ભારતને જ ફાયદો થઈ રહ્યો છે ચીનને નહીં. બોર્ડના ટ્રેઝરર અરૂણ ધુમલે કહ્યું હતું કે ભાવનામાં આવીને વાત કરવાથી તર્ક પાછળ રહી જાય છે. આપણે સમજવું પડશે કે આપણે ચીનના હિતમાં ચીનની કંપનીના સહયોગની વાત કરી રહ્યા છીએ કે ભારતના હિત માટે ચીનીની કંપનીની મદદ લઈ રહ્યા છીએ. જ્યારે આપણે ભારતમાં ચીની કંપનીઓને તેમના ઉત્પાદન વેચવા માટે પરવાનગી આપીએ છીએ તો જે પણ પૈસા તે ભારતીય ગ્રાહકો પાસેથી લઈ રહ્યા છે તેમાંથી કેટલાક બીસીસીઆઈને બ્રાન્ડ પ્રચાર માટે આપી રહ્યા છે અને બોર્ડ ભારત સરકારને ૪૨ ટકા કર ચૂકવે છે. તેમાં ભારતનો ફાયદો થઈ રહ્યો છે ચીનનો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.