Western Times News

Gujarati News

જે ટાટા-બિરલા ન કરી શકી તે રિલાયન્સે કરી દેખાડયું

મુંબઈ: જિયોમાં થયેલા મૂડીરોકાણના કારણે રિલાયન્સ દેવામાંથી મુક્ત થઈ ગઈ અને છેલ્લા ત્રણ મહિનામાં તેના શેરમાં ૯૦ ટકાની તેજી આવી છે. અત્યારે તે પોતાના આૅલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે, જેનાથી કંપનીનું માર્કેટ કેપ ખૂબ જ ઝડપથી વધ્યું. રિલાયન્સ ભારતની પ્રથમ એવી કંપની છે જેનું માર્કેટ કેપ ૧૧ લાખ કરોડની પાર પહોંચ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ટૂંક સમયમાં જ દુનિયાની ટાપ-૫૦ કંપનીઓમાં શામેલ થઈ શકે છે. માર્કેટ કેપની રીતે ઇૈંન્ દુનિયામાં અત્યારે ૫૮મા સ્થાને છે. તેનું માર્કેટ કેપ ૧૫૧ અબજ ડાલર છે. આ યૂનિલીવર, ચાઈના મોબાઈલ અને મેકડોનાલ્ડ્‌સ જેવી કંપનીઓથી વધુ છે. યૂનિલીવરનું માર્કેટ કેપ ૧૪૬ અબજ ડાલર છે અને તે દુનિયામાં ૬૦માં સ્થાને છે. ચાઈના મોબાઈલ ૧૪૩ અબજ ડાલરના માર્કેટ કેપ સાથે તે ૬૧મા સ્થાને છે અને મેકડોનાલ્ડ્‌સ ૧૪૧ અબજ ડાલરના સાથે ૬૨મા સ્થાને છે.

તાજેતરમાં જ મુકેશ અંબાણી દુનિયાના ટોપ-૧૦ ધનિક લોકોના લિસ્ટમાં શામેલ થયા હતા. તેમની કુલ સંપત્તિ ૬૪.૫ અબજ ડાલર છે. થોડા મહિના પહેલા જ તેમની પાસેથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છિનવાઈ ગયો હતો અને અલીબાબાના જેક મા તેનાથી આગળ નીકળી ગયા હતા.

દુનિયાની ટાપ કંપનીઓની વાત કરી તો સાઉદી અરામકો દુનિયાની સૌથી મોંઘી કંપની છે. તેનું માર્કેટ કેપ ૧૭૬૫ અબજ ડાલર છે. બીજા સ્થાને એપલ છે જેનું માર્કેટ કેપ ૧૫૨૫ અબજ ડાલર છે. માઈક્રોસાફ્‌ટનું માર્કેટ કેપ ૧૪૮૯ અબજ ડાલર, એમેઝોનનું માર્કેટ કેપ ૧૩૨૪ અબજ ડાલર, આલ્ફાબેટનું માર્કેટ કેપ ૯૮૦ અબજ ડાલર, ફેસબુકનું માર્કેટ કેપ ૬૭૨ અબજ ડાલર, અલીબાબાનું માર્કેટ કેપ ૬૦૦ અબજ ડાલર, ટેશેન્ટ ૫૬૫ અબજ ડાલર, બર્કશાયર હેથવે ૪૪૧ અબજ ડાલર અને જ્હોન્સન એન્ડ જ્હોન્સન ૩૭૮ અબજ ડાલરની કંપની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.