Western Times News

Gujarati News

અરવલ્લીમાં પોલીસ સક્રિય: જિલ્લામાં માસ્ક ન પહેરનારા વિરૂધ્ધ કાર્યવાહિ 

પાંચ દિવસમાં ૫૯૫ લોકો પાસેથી ૧.૧૯ લાખ દંડ વસૂલ કર્યો  : મોડાસામાં છેલ્લા ૨૨ દિવસમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. ૧.૨૬લાખ દંડ વસૂલાયો 

સાકરિયા: અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યો છે જેમાં ગ્રામ્યમાં ૧૦૭ અને શહેરી વિસ્તારમાં ૯૫ મળી કોરોનાનો આંક ૨૦૦ને પાર પંહોચી ગયો છે. જેથી કોરોનાનું સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનો અમલ થાય તે માટે વહિવટીતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહિ હાથ ધરી છે.

જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે સમગ્ર જિલ્લામાં જાહેરનામા દ્વારા માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે તેમ છંતા લોકો કોરોનાને બિમારીને ગંભીરતાથી લીધા વિના ફરતા લોકો સામે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર રાજયમાં કોરોનાના વધતા કેસને લઇ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો વિરૂધ્ધ કાર્યવાહિ કરવાની સત્તા પોલીસને પણ સોંપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ સક્રિય થઇ છેલ્લા પાંચ દિવસમાં ૫૯૫ લોકો પાસેથી રૂ. ૧,૧૯,૦૦૦ દંડ વસૂલ કર્યો છે. જયારે મોડાસા શહેરમાં પણ કોરોના કેસ વધતા નગરપાલિકા દ્વારા શહેરના ડુગરવાડા ચોકડી, ટાઉન હોલ  ચાર રસ્તા તેમજ નવિજ બસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશ્યલ ડ્રાઇવ કરી માસ્ક ન ધારણ કરનાર લોકોને દંડ કર્યો છે.  જેમાં છેલ્લા ૬ દિવસ દરમિયાન ૨૧૩ લોકો પાસેથી રૂ. ૪૨,૬૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જયારે જૂન માસ દરમિયાન ૬૩૧ માસ્ક વિનાના રાહદારીઓ  રૂ. ૧,૨૬,૨૦૦નો દંડ કરાયો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.