Western Times News

Gujarati News

ડેભારી ગ્રામ પંચાયતના દાંતલા ગામ ખાતે ૩૨ વર્ષીય યુવાનનો કેસ પોઝિટિવ આવતા ગામનો વિસ્તાર કન્ટેઈનમેટ

બાકીના વિસ્તારને બફર જોન જાહેર કરાયો

વિરપુર: મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયતમાં આવેલ દાંતલા ગામ ખાતે ૩૨ વર્ષીય યુવાનો પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં તંત્ર દોડતું થઈ ગયું હતું તકેદારીના ભાગરૂપે ડેભારી ગ્રામ પંચાયતના અમુક વિસ્તારોમાં અવર જવર પર પ્રતિબંધ જીલ્લા કલેકટર દ્વારા મુકવામાં આવ્યો છે અને આ તમામ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ સવારના ૭ વાગ્યથી સાંજના ૭ વાગ્યા સુધીમાં આવશ્યક ચીજવસ્તુઓ માટેની પરવાનગી આપવામાં આવી છે

તે સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે જીલ્લા કલેકટર આર બી બારડ આપેલી સત્તાના ભાગ રૂપે વિરપુર ગામના કન્ટેન્મેન્ટ વિસ્તાર દાંતલા ગામનું સીમળા ફળીયામાં તમામ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ બફર ઝોન વિસ્તારમાં આવેલ ડેભારી અને ઉમરીયા ગ્રામ પંચાયતની હદો સીલ કરવામાં આવે છે આવશ્યક ચીજવસ્તુઓ માટે એકજ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે તેમજ કન્ટેન્મેન્ટ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સવારના ૭ વાગ્યથી  સાંજના ૭ વાગ્યા સુધીની મુકતી આપવામા આવશે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.