Western Times News

Gujarati News

સુરતથી વડોદરા ઠાલવવાનો ૧.૨૯ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો

પાલેજની તુલસી હોટેલના કંપાઉન્ડ માંથી ઝડપાયેલા  ઝીપ ગાડી માંથી બે ઈસમોને ઝડપાયા તો અન્ય બે ફરાર: પાયલોટીંગ માં રહેલી ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી પોલીસની રેડ જોઈ વડોદરા તરફ રવાના.
8 PM પાઉચના ૨૭ બોક્ષ કિંમત રૂપિયા ૧,૨૯,૬૦૦ તેમજ મોબાઈલ અને ઝીપ ગાડી મળી ૩.૩૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ પ્રોહીબીશન ની પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા સુચના આપી હતી. જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઈન્સપેક્ટર જે.એન.ઝાલા નાઓએ તાબાના અધીકારી/પોલીસ માણસોને જીલ્લામાં મોટા નામચીન બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર નજર રાખી કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામાં આવેલ હતી.જે પૈકી પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.ચૌહાણ અને તેઓ ની ટીમ ભરૂચ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

આ દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલર ની બંધ બોડી ની ટાટા એસ ઝીપ માં વિદેશી દારૂ ભરેલ છે અને તેના પાયલોટીંગ માં એક કાળા કલર ની ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી છે જે બંને ગાડીઓ વરેડીયા પાટીયા થી પાલેજ તરફ જતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ તુલસી હોટેલ ના કંપાઉન્ડ માં ઉભી છે.જેના આધારે ભરૂચ એલ.સી.બી પોલીસે પંચો સાથે બાતમી વાળી જગ્યા એ ખાનગી વાહનો માં રેડ કરતા પોલીસને જોઈ ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી વડોદરા તરફ રવાના થઈ જતા પોલીસ ના હાથે લાગી ન હતી.

પરંતુ હોટલ ના કંપાઉન્ડ માં રહેલી ટાટા એસ ઝીપ ગાડી ઝડપાઈ જતા તેને કોર્ડન કરી તેમાં ડ્રાઈવર સીટ ઉપર બેસેલ નિલેષભાઈ ભીખાભાઈ ધામેલીયા રહે.કતારગામ તાપી એવન્યુ ફ્લેટ નં.બી/૧૦૧ સુરત અને કંડકટર સીટ ઉપર બેસેલ સાગરભાઈ ગરુણજી જયસ્વાલ રહે.હોળી બંગલા વેડ રોડની બાજુમાં ઝુપડપટ્ટીમાં સુરત નાઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે ઝીપ ગાડી ની તલાશી લેતા તેમાંથી 8 PM પાઉચના ૨૭ નંગ બોક્ષ મળી આવ્યા હતા.જેમાં કુલ ૧૨૯૬ નંગ પાઉચ ની કિંમત રૂપિયા ૧,૨૯,૬૦૦ (૨) ૩ નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૬,૦૦૦ (૩) ટાટા એસ ઝીપ ગાડી નંબર જીજે ૧૫ એટી ૨૨૮૬ કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ ૩,૩૫,૬૦૦ ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ સામે પાલેજ પોલીસ મથક માં ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ એલ.સી.બી પોલીસે નિલેષભાઈ ધામેલીયાની વધુ પૂછપરછ કરતા તેને સુરત ના જહાંગીરપુરાનો આસીફ નો તેના ઉપર ફોન આવેલ કે ટાટા ગાડી માં વિદેશી દારૂ ભરેલ છે તે મેળવી લઈ સુરત હાઈવે કિમ ચોકડી જઈ અલ્પેશ નો સંપર્ક કરજે અને તે જે જગ્યા એ જવા કહે તે જગ્યા એ ખાલી કરી દેજે.જે આસીફ ના જણાવ્યા મુજબ ગાડી લઈ અલ્પેશ નો સંપર્ક કરતા ગાડી માં ભરેલો વિદેશી દારૂ વડોદરા માં ખાલી કરવાનું અલ્પેશે જણાવેલ તેમ જણાવ્યું હતું.
હાલ તો પકડાયેલ નિલેષભાઈ ધામેલીયા અને  સાગરભાઈ જયસ્વાલ તેમજ નહીં પકડાયેલ અન્ય આસીફ અને અલ્પેશ ગુજરાત માં દારૂ ઘુસાડવાનું કાવતરું ઘડી વાહન માં પરિવહન કરી લાવી એકબીજા ની મદદ કરવાના ગુના માં પોલીસે પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫ એ ઈ,૯૮(૨),૮૧,૮૩ મુજબ પાલેજ પોલીસ મથક માં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.