Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોથી તાલુકા વાસીઓ ચિંતિત

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ફિચવાડા બાદ ઝઘડિયા ગામે ૨૫ વર્ષના યુવાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કોરોના પોઝિટિવ યુવાન જીઆઇડીસીમાં નોકરી કરતો હોય ત્યાંથી તેને કોરોના સંક્રમણ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.જેના પગલે જીઆઇડીસી વિસ્તારમાં ફરજ બજાવતા લોકો તથા આજુબાજુના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે.ત્યારે ઝઘડીયા તાલુકા મથકના ગામે પણ કોરોના સંક્રમિત એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેથી ગ્રામજનોમાં કોરોનાનો ભય વધુ ઉગ્ર બન્યો છે.ઝઘડિયા ગામના રાજપૂત ફળીયામાં રહેતા ૨૫ વર્ષીય હાર્દિકસિંહ બળવંતસિંહ પરમારને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

હાર્દિકસિંહ ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ગેલેક્સી નામની કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં ફરજ બજાવે છે.તેનો આરોગ્ય તપાસણી કરતા તેને કોરોનાના લક્ષણો જણાયા હતા.હાર્દિકને જીઆઈડીસી વિસ્તાર માંથી જ કોરોના સંક્રમિત થયો હોવાનું મનાઈ રહ્યું છે.ઝઘડિયાના રાજપૂત ફળિયામાં યુવાનનો કોરોના પોઝિટિવ આવતા ઝઘડિયાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેના પરિવાર ની આરોગ્ય ચકાસણી કરી તેમની માહીતી લેવામાં આવી હતી. કોરોના પોઝિટિવ દર્દીને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.તથા  તેના પરિવારના ૭ સભ્યોને અવિધા ખાતે ફેસીલીટી હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.ઝઘડિયા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૫૯ ઘરના ૨૮૦ સભ્યોનો આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો.

ઉદ્યોગોને ક્વોરન્ટાઈન કેમ નહીં?
ઝઘડિયા ગામના ૨૫ વર્ષીય યુવાન જે ઝઘડીયા જીઆઈડીસી ની ગેલેક્સી કંપનીમાં ફરજ બજાવતો હતો જેને આજરોજ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગેલેક્સી કંપનીમાં ચોથા કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે.લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે કે ક્વોરન્ટાઈન પોઝિટિવ આવેલા દર્દીના ઘરના સૌ મીટરના એરિયામાં જો હોમ ક્વોરન્ટાઈન કરવાનો નિયમ લાગુ પડતો હોય તો જે કંપનીમાં ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે તો તે કંપની બંધ કરવા અથવા તેને ક્વોરન્ટાઈન કરવાનો નિયમ લાગુ નથી પડતો ?

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.