મોંઘીદાટ IVF ટ્રીટમેન્ટ માટે નિઃસંતાન દંપતીઓને હવે EMI ની ઓફર!
અમદાવાદ: લોકડાઉન બાદ બાળકોની સંખ્યા વધી જશે, તેવા મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ ફરતા થયા હતા. પરંતુ હાલ તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે દંપતીઓ મોંઘીદાટ ઈન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દ્વારા બેબી પ્લાનિંગ કરી રહ્યા હતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે ઘણા ફર્ટિલિટી ક્લિનિક્સે ૦ ટકાના વ્યાજદર પર થી સાયકલ માટે ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યૂશન્સ સાથે ટાઈ-અપ કર્યું છે.
નોવા ફર્ટિલિટીના ડો. મનિષ બેન્કરે કહ્યું કે, ઓછી આવક અને જોબ કટના સમયમાં તેમના માતા-પિતા બનવાના સપનાને સાકાર કરવામાં અને તેમના આર્થિક તણાવને ઓછો કરવા માટે દંપતીઓને નવ મહિનાના ઈન્સ્ટોલમેન્ટ્સની ઓફર આપવામાં આવે છે. ‘અન્ય લોનની જેમ દંપતીઓએ તેમની આવકના પુરાવા રજૂ કરવા પડશે’.
ગાયનેકોલોજિસ્ટ અને ફર્ટિલિટી નિષ્ણાતોએ કહ્યું કે, કોરોના મહામારીના કારણે ઊભી થયેલી આર્થિક તંગી અને ભવિષ્યની અનિશ્ચિતતાના કારણે ૫૦થી ૭૦ ટકા દંપતીઓને ૈંફહ્લની ટ્રીટમેન્ટ છોડવી અથવા મુલતવી રાખવાનું ઉચિત લાગ્યું છે. એક સાયકલની ફી ૧.૨૫ લાખથી ૧.૫૦ લાખ રૂપિયા સુધીની હોવાથી દંપતીઓએ પહેલા ફાયનાન્સિયલ પ્લાનિંગ કરવું પડે છે. ગર્ભ ધારણ કરવા માટે આવી સરેરાશ ત્રણ સાયકલ ટ્રીટમેન્ટ કરાવવી પડે છે અને પછી બાળકનો જન્મ થાય છે. કેટલાક કેસોમાં વધારે તો કેટલાક કેસોમાં ઓછું હોય છે.
જૂનમાં અમે ફરીથી ક્લિનિક્સ ખોલ્યા ત્યારથી લઈને અત્યારસુધીમાં દર ૧૦માંથી ૭ દંપતીઓનું કહેવું છે કે, તેઓ સારવાર શરૂ કરવા અંગે ફરીથી વિચારવા માગે છે. પગાર કાપ અને ધંધામાં થતી ઓછી આવક અથવા ખોટ આ પાછળ જવાબદાર છે’, તેમ બાવીશી ફર્ટિલિટી ક્લિનિકના ડો. હિમાંશુ બાવીશીએ જણાવ્યું હતું. આ હોસ્પિટલ દંપતીઓને તેમની સાયકલની ટ્રીટમેન્ટની ચૂકવણી માટે ઓપ્શન આપી રહી છે.
આણંદમાં આકાંક્ષા ફર્ટિલિટી ક્લિનિક ચલાવતા સરોગસી સ્પેશિયાલિસ્ટ ડો. નયના પટેલે કહ્યું કે, ૫૦ ટકા કરતા વધુ દંપતીઓએ બાળક માટે ટ્રીટમેન્ટ માટનો નિર્ણય મુલતવી રાખ્યો છે.’ અમે કેટલાક ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યૂશન્સ સાથે ઓપ્શન આપવા માટે વાતચીત કરી રહ્યા છીએ’. તેમણે તેમ પણ કહ્યું કે, ભાર ઘટાડવા માટે તેઓ ૨૫ ટકાની છૂટ પણ આપી રહ્યા છે.
જેમનો ગર્ભ ફર્ટિલાઈઝ અને ફ્રોઝન કરાયો છે, તેવા દંપતીઓ માટે કેટલાક ક્લિનિક્સે તો પાર્ટ-પેમેન્ટ લેવાની પણ ઓફર આપી છે. ‘અમે હાલમાં જ એક મહિલામાં ગર્ભ ટ્રાન્સફર કર્યો છે, તેણે પોતાની નોકરી ગુમાવી છે જ્યારે તેના પતિની સેલેરીમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. અમે તેને દર મહિને ૫ હજાર રૂપિયા ફી ચૂકવવાનો ઓપ્શન આપ્યો છે’, તેમ સેટેલાઈટમાં આવેલા શાશ્વત ડો, શિત્તલ પંજાબીએ કહ્યું.