Western Times News

Gujarati News

મહિલા ઉમેદવારોએ ફરીથી આંદોલનની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ: ગુજરાતમાં કેટલાય મહિનાથી લોકરક્ષક દળ  ભરતી વિવાદમાં રહી છે. ન્ઇડ્ઢની પરીક્ષા આપનાર અને કોન્સ્ટેબલ તરીકેની નોકરી માટે લાયકાત જાહેર કરવામાં આવેલી મહિલા ઉમેદવારોએ ધમકી આપી છે કે જા તેઓને ૨૦મી જુલાઈ સુધીમાં એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં નહીં આવે તો ફરીથી આંદોલન શરૂ કરશે. જણાવી દઈએ કે, ન્ઇડ્ઢની ભરતી માટે ૫૨૨૭ લાયકાત ધરાવતા કેન્ડિડેટ્‌સ છે, જેમાંથી હજુ ૩૬૭૩ને એપોઈન્ટમેન્ટ લેટર આપવાનો બાકી છે

આંદોલનના કન્વીનર સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે જિલ્લાઓને ફાળવવા અને ઉમેદવારો પર તબીબી પરીક્ષણો કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોવા છતાં મોટાભાગના ઉમેદવારોને એપોઈન્ટમેન્ટ લેટર મળ્યા નથી. તેમણે કહ્યું, ‘અમે જુદા જુદા જિલ્લા અધિકારીઓને મેમોરેન્ડા સોંપતાં કહ્યું હતું કે, જા તેઓને એપોઈન્ટમેન્ટ લેટર નહીં આપવામાં આવે તો અમે ફરીથી ગાંધીનગરમાં ધરણા પર બેસીશું.’ આ મહિલા એલઆરડી ઉમેદવારોએ ફેબ્રુઆરીમાં તેમના બે મહિનાના આંદોલનને સમાપ્ત કર્યું હતું.

ચૌધરીએ જણાવ્યું હતું કે ૧,૪૯૯ લાયકાત ધરાવતા ઉમેદવારોને પહેલા નોકરી આપવામાં આવી હતી અને બીજા ૫૫ને પછીથી એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગના ઉમેદવારોને હજુ એપોઈન્ટમેન્ટ લેટર મળવાના બાકી છે. ન્ઇડ્ઢ મહિલાઓએ કોરોનાકાળમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, અનામત અને બિનઅનામત કેટેગરીના ઉમેદવારોના લાંબા વિરોધ બાદ રાજ્ય સરકારે ન્ઇડ્ઢની નોકરી માટે કટ ઓફ માર્ક ૬૨.૫ સેટ કર્યો હતો. જોકે, હજુ મોટાભાગના લાયકાત ધરાવતા કેન્ડિડેટ્‌સને એપોઈન્ટમેન્ટ લેટર ન મળતા તેઓ ફરીથી ઉગ્ર આંદોલનની ધમકી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.