Western Times News

Gujarati News

તાંત્રિક વિધિ કરવા બે શખ્સ માસૂમ બાળકોનો બલિ આપીને તેમનાં માથાં લઇને ફરાર

લાતેહાર, લાતેહાર જિલ્લાના મનિકા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા સેમરહત ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. સ્વયંને તાંત્રિક બતાવનાર બે શખ્સ માસૂમ બાળકોનો બલિ આપીને તેમનાં માથાં લઇને ફરાર થઇ ગયો છે. બાળકોનાં માથાં કપાયેલાં બે શરીરને રેતીમાં દાટી દીધાં હતાં. જે કબજે લેવામાં આવ્યાં છે. તાંત્રિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ બાળકોનાં કપાયેલાં માથાં મળ્યાં નથી. આ બંને બાળકો બે દિવસથી લાપતા હતાં.અહેવાલો અનુસાર ગ્રામીણોને સુનીલ ઉરાવના ઘરની નજીક રેતીના એક ઢગલામાંથી બાળકના પગ દેખાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે રેતીને ઢગલો હટાવ્યો તો તેમાંથી ગામનાં બે બાળકો વીરેન્દ્ર ઉરાવના પુત્ર નિર્મલ ઉરાવ (ઉં.વ.૮) અને બિહારી ઉરાવની પુત્રી શીલાકુમારી (ઉ.વ.૬)નાં માથાં કપાયેલાં ધડ મળ્યાં હતાં.

વીરેન્દ્ર ઉરાવે પોલીસને જણાવ્યું હતું કે સુનીલ ઉરાવ પોતાને તાંત્રિક ગણાવતો હતો. તેણે પોતાની તંત્ર સાધના માટે બાળકોની નિર્મમ હત્યા કરી છે. વીરેન્દ્રએ જણાવ્યું હતું કે મંગળવારે તેના મોબાઇલ પર કોઇનો ફોન આવ્યો હતો અને તાંત્રિક સુનીલ ઉરાવ સાથે વાત કરવા જણાવ્યું હતું. સુનીલને વીરેન્દ્રએ પોતાનો ફોન આપી દીધો હતો અને તેણે જણાવ્યું હતું કે તે સવારે મોબાઇલ પરત કરી દેશે. સવારે જયારે વીરેન્દ્રએ પોતાના પુત્ર નિર્મલને ફોન લેવા સુનીલ પાસે મોકલ્યો હતો.

નિર્મલ મોબાઇલ લઇને નહીં આવતાં વીરેન્દ્ર બાઇક પર સુનીલના ઘરે ગયો હતો ત્યારે સુનીલે જણાવ્યું હતું કે નિર્મલ તો કયારનોય મોબાઇલ લઇને નીકળી ગયો છે. સુનીલે થોડીવારમાં આવું છું એમ કહીને મારી બાઇક માગી હતી અને તે કયાંક ચાલ્યો હતો. થોડાક કલાક બાદ જ્યારે સુનીલના ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે ઘરની અંદરથી તે ઘર બંધ કરીને સમગ્ર ઘરને ધોઇ રહ્યો હતો. ત્યાર બાદ તે ઘરને તાળું મારીને લાપતા થઇ ગયો હતો અને ગુરુવારે આ બંને બાળકોનાં માથાં કપાયેલી હાલતમાં શબ મળ્યાં હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.