Western Times News

Gujarati News

હૃતિક વિ.  ટાઈગરનું ટાઈટલ ટીઝર લોન્ચ પૂર્વે જ રિલીઝ થશે!

જબરદસ્ત ગોપનીયતા: વિઝ્યુઅલ્સ પણ રીલીઝ નહીં થાય 

મુંબઈ, આજના યુગમાં કોઈ માહિતી છુપાવી શકાય નહીં ત્યારે યશરાજ ફિલ્મ્સે વિચારી નહીં શકાય તેવું કૃત્ય કર્યું છે!  આજ સુધી આ બહુપ્રતિક્ષિત એકશન એન્ટરટેઈનર હૃતિક વિ.  ટાઈગરનું અત્યંત ગોપનીય રાખેલું ટાઈટલ કોઈ જાણી શક્યું નથી કે એકેય ઈમેજ લીક થઈ નથી. ફિલ્મનું ટીઝર ટૂંક સમય માં જ આવવાનું છે ત્યારે ફિલ્મનો લૂક, હૃતિક અને ટાઈગરનો તેમાં લૂક કેવો હશે તે વિશે આપણે સંપૂર્ણ અંધારામાં છીએ અને ટાઈટલ શું હશે તે વિશે પણ વિચારમાં છીએ! આવા સંજોગોમાં અમને જાણવા મળ્યું છે કે વર્ષોનાં વહાણાં સાથે આ વાયઆરએફની સૌથી મોટી વ્યૂહરચના છે!

આદિત્ય ચોપરા એકદમ સ્પષ્ટ હતો કે ફિલ્મ વિશે કશું પણ પ્રથમ વિધિસર એ સેટ બહાર આવે તે પૂર્વે જાહેર નહીં થવા જોઈએ. સંપૂર્ણ વ્યૂહરચના પ્રોજેક્ટ આસપાસ ગોપનીયતા નિર્માણ અને બનાવવા માટે તૈયાર કરવામાં આવી હતી અને સતત પ્રથમ એસેટના રિલીઝ માટે અટકળો વધારવામાં આવતી હતી. નિર્માણકારો આપણી પેઢીના બે સૌથી મોટા એકશન હીરો હૃતિક અને ટાઈગર એકબીજા સામે આવે અને તેમાંથી વર્કિંગ ટાઈટલ હૃતિક વિ. ટાઈગર અસ્તિત્વમાં આવ્યું છે.

આ વર્કિંગ ટાઈટલનો વ્યાપક પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, કારણ કે નિર્માણકારો એક જ સહજ બાબત ચાહતા હતા- ભારતીય સિનેમાના બે સૌથી મોટા અને ઉત્તમ એકશન સુપરસ્ટાર વચ્ચે સૌથી મોટો શો ડાઉન દર્શકોને જોવા મળશે તે માટે વચનબદ્ધ હતા. ફિલ્મ આવી રહી છે તે વિશે કોઈ માહિતી નહીં હોવાથી દર્શકોમાં પણ અટકળો વધી હતી, એમ સૂત્રો જણાવે છે.

આ બાબતે સંપર્ક કરાતાં સિદ્ધાર્થ આનંદે સમર્થન આપતાં જણાવ્યું કે હા, આ વાત સાચી છે. અમે બધું જ છૂપું રાખવા માગતા હતા,કારણકે ટીઝરની ઉત્સુકતામાં ઉમેરો થશે એ બાબતે અમે નિશ્ચિત હતા. બંને કલાકારોના ચાહકો તરફથી ભરપૂર દબાણ છતાં ફિલ્મના કોઈ વિધિસર પિક્ચર્સ નહીં મુકાય અને ફિલ્મનું ટાઈટલ પણ જાહેર નહીં કરાય તેવો સતર્ક નિર્ણય લેવાયો હતો. અમે લોન્ચના દિવસે મહત્તમ પ્રભાવ પાડવા માગતા હતા.

યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ બહુ પ્રતિક્ષિત ફિલ્મમાં હૃતિક સામે વાની કપૂર પણ છે.  2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે ભવ્ય રાષ્ટ્રીય રજાના રોજ રિલીઝ થશે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.