Western Times News

Gujarati News

મુંબઈમાં બડા કબ્રસ્તાનના મુસ્લીમ સ્ટાફે રપ૦ જેટલા હિંદુઓના અંતિમ સંસ્કાર કર્યા

મુંબઈ: કોરોના વાયરસની મહામારીના દોરમાં અનેક માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડતા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.
કોરોના જેવો રોગનો ચેપ ન લાગે એવા ભયના કારણે અમુક લોકો પોતાના પરિવારના મોભી કે સભ્યોના અંતિમ સંસ્કાર પણ કરવા કોઈ તૈયાર નથી ત્યારે છેલ્લા ૩ મહિનાથી મુંબઈના મરીન લાઈન ખાતે આવેલા બડા કબ્રસ્તાનના મુસ્લિમ  સ્ટાફ કર્મીઓએ આશરે રપ૦થી વધુ હિંદુઓના અંતિમ સંસ્કાર કર્યા હતા.

આટલું જ નહીં પણ તેઓએ હોસ્પીટલવાળાને પણ સુવિધા કરી આપી હતી કે જેથી મૃતદેહો સીધા અંતિમ સંસકારના સ્થાન સુધી ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી પહોંચાડી શકાય. કેટલાંક કિસ્સામાં આ મુસ્લીમ સ્ટાફ કર્મીઓને અજાણ્યા કે દાવા વગરના મૃતદેહો વિશે જાણકારી હોસ્પીટલ દ્વારા આપવામાં આવી હતી, જ્યારે કેટલાકની માહિતી તેમના સુધી પરિવારજનો દ્વારા જ પહોંચાડવામાં આવી હતી. શરૂઆતમાં હોસ્પીટલના મેનેજમેન્ટે તેમને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવાની ઓફર કરી હતી.

પરંતુ તેઓએ આ સેવા સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેઓએ સમગ્ર વિસ્તારમાં આશરે ૬ ફરતી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી હતી. ૧૦ ટીમ બનાવાઈ હતી. અને તેમને ચંદનવાડી, શિવાજી પાર્ક, રીયરી રોડ, ઓશિવારા અને આરે મિલક કોલોની ક્રિમેટોરિયમ ખાતે તહેનાત કરી હતી.

આ ટીમના સ્ભ્યો તમામ પ્રકારની સાવચેતીઓને ધ્યાનમાં રાખીને આ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા જે વાત મહ¥વપૂર્ણ રહી હતી. ચેપ ન ફેલાય એવા ઉદ્‌શ સાથે જ પરિવારજનો પોતાના જ પરિવારોથી દુર રહી જાય છે ત્યારે આ મુસ્લીમ ભાઈઓ આવી મહેનત કરીને લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. જે પ્રશંસનીય બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.