Western Times News

Gujarati News

આનંદનગરઃ કાયદા વિરૂધ્ધનાં કામ કરતા હોવાનું કહી ક્રાઈમ બ્રાંચના નામે બે લાખથી વધુનો તોડ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઠીયાઓ સરળતાથી રૂપિયા કમાવવા શોર્ટ કટ અપનાવતા હોય છે અને એ માટે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા અચકાતા નથી ખાસ કરીને આવા તત્વો પોલીસ કે ક્રાઈમબ્રાંચના અધિકારીની ઓળખ આપીને નાગરિકોને ધમકાવે છે અને ગેરકાયદેસર પ્રવૃતિ હેઠળ ખોટા કેસોમાં ભરાવી દેવાની ધમકીઓ આપે છે.

આવા શખ્સો તેમની પાસેથી રૂપિયા પડાવે છે વટવા વિસ્તારમાંથી આવા જ ચાર શખ્સોની અટક હાલમાં જ કરવામાં આવી હતી જે પોલીસ બની ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતા લોકોને ટાર્ગેટ કરતા હતા અને રૂપિયા પડાવતા હતા. ગણતરીના દિવસોમાં જ વધુ એક કિસ્સો નકલી પોલીસનો જાધપુર વિસ્તારમાં બન્યો છે જેમાં એકલી મહીલાના ઘરમાં ઘુસીને ક્રાઈમબ્રાંચના નામે બંટી-બબલીએ ર લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.

આ ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે હેતલબેન ભટ્ટ વજ્ર એપાર્ટમેન્ટ, જાધપુર ગામ, આનંદનગર ખાતે રહે છે તેમના પતિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે જયારે હેતલબેન પતિ ઘરેથી કુર્તી તથા કોસ્મેટીકસના વ્યવસાય કરી પતિને મદદરૂપ બને છે. ૬ જુલાઈએ હેતલબેન ઘરે હતા

ત્યારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ એક મહીલા તથા પુરૂષ આવ્યા હતા અને મહીલાએ લિપસ્ટીક તથા પાવડર માંગ્યા હતા. જે હેતલબેને બતાવ્યા હતા પરંતુ મહીલાને તે પસંદ નહી પડતા બીજા રૂમમાં વધુ સામાન લેવા ગયા હતા. જયાંથી પરત ફરતા બંનેએ મકાનનો મુખ્ય દરવાજા બંધ કરી દીધો હતો આ દ્રશ્ય જાઈ હેતલબેન ડરી ગયા હતા અને બંનેએ હેતલબેન ઘરે કાયદા વિરુધ્ધના કામો કરતાં હોવાનું કહી પોતે ક્રાઈમબ્રાંચના અધિકારી તરીકેની ઓળખ આપી હતી.

ઉપરાંત તેમને વધુ ડરાવવા કોઈને ફોન કરીને પુરુષ સાહેબ બાતમી સાચી છે અને બહેનને પકડી લીધેલ છે તેવી વાત કરતા હેતલબેન વધુ ગભરાઈ ગયા હતા અને પતિ પાર્થીકભાઈ ભટ્ટને ફોન જાડતા તેમણે હાથમાંથી ફોન પણ ઝુંટવી લીધો હતો જેના પગલે હેતલબેન રડવા લાગ્યા હતા જેથી થોડીવારમાં પુરુષે સેટલમેન્ટ કરવાની વાત કરી હતી પરંતુ પોતે ખોટું કામ ન કરતા હોવાનું કહી હેતલબેને સેટલમેન્ટ કરવાની ના પાડતાં પુરુષે તેમને ક્રાઈમબ્રાંચ ખાતે લઈ જવાની વાત કરી હતી જેથી હેતલબેને પતિ સાથે વાત કરી હતી દરમિયાન આ બંને ગઠીયા ત્યાંથી જતા રહયા હતા.

સાંજે પાર્થીકભાઈ ઘરે આવતા હેતલબેને સમગ્ર ઘટના જણાવી હતી જેથી પાર્થીકભાઈએ પુરુષને ફોન કરતા તેણે સેટલમેન્ટ માટે રૂપિયા ૬ લાખ માંગ્યા હતા પરંતુ એટલા રૂપિયા તેમની પાસે ન હોવાથી ૧ લાખ પ હજારની રોકડ અને ૧ લાખ રૂપિયાના દાગીના સહીત કુલ બે લાખથી વધુની રકમ એકત્ર કરીને આપી હતી.

રાત્રે પોણાના નવ વાગ્યે આ શખ્સો તેમના ઘરેથી રૂપિયા લઈ ગયા હતા અને બીજા દિવસે બાકીના રૂપિયા માગ્યા હતા જેથી અવારનવાર રૂપિયા માંગતા ત્રાસી ગયેલા હેતલબેને પોલીસને જાણ કરવાનું નકકી કર્યું હતુ અને આનંદનગર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે અને ક્રાઈમબ્રાંચના નામે રૂપિયા પડાવતા બંટી બબલીને ઝડપી લેવા કમર કસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.