Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી: તા.૧પ.૭.ર૦૧૯ થી તા.ર૧.૭.ર૦૧૯

ભરતભાઈ ભાવસાર (કૃતિકા જયોતિષ કાર્યાલય) દિલ્હી દરવાજા બહાર, બી.જી. ટાવરની બાજુમાં, શાક માર્કેટની સામે, કાળકા માતાની વાડીમાં, અમદાવાદ-૪. ફોન : ૨૫૬૨૬૪૨૧ મો. ૯૮૨૫૩૩૪૫૩૭

 

મેષ 

સોમવાર શ્રેષ્ઠ દિવસ છે દરેક કાર્યો સરળતાથી પતશે. મંગળવાર અજાણ્યા વ્યક્તિઅો ધન લાભ અને યશ માન મળશે. બુધવાર પિતા તેમજ વડીલો તરફથી માર્ગદર્શન મળતા ધન અને ધર્મ લાભ મળશે. ગુરૂવાર સંતાન અને સગાના આરોગ્યના રસ્તો મળશે. શુક્રવાર ધંધા વ્યવસાયમાં નુકશાન થાય તેવા પ્રબળ યોગ છે. શનિવાર સંતાનો માટેના તેમજ શેરસટ્ટાના કામોમાં સફળતા મળશે. રવિવાર પરિવારજનો સાથે પ્રવાસ પિકનિક થાય.

વૃષભ 

સોમવાર માનસીક સમતુલા જાળવી રાખવી હીતાવહ છે. મંગળવાર આરોગ્યના પ્રશ્નો ઉભા થાય સાચું નીદાન થાય નહી. બુધવાર સરકારી તેમજ દૈનીક કામોમાં મુશ્કેલીઓ ઉભી થાય. ગુરૂવાર સરકારી કામોમાં રૂકાવટ આવે તેમજ મોટા વાદવિવાદ થાય. શુક્રવાર શારિરીક સ્ફૂર્તિ વધે અને દરેક કામોમાં મનથી કામ થાય. શનિવાર ભાઈ બહેનો માટે આપને વધુ ખર્ચ કરવો પડે. રવિવાર હોટલ સિનેમા તેમજ મોજશોખ પાછળ નાણાંનો વ્યય થાય.

 

મીથુન

સોમવા હવાઈ તેમજ ટ્રેનની મુસાફરી થાય અને કામોમાં સફળતા મળશે. મંગળવાર દરેક ક્ષેત્રમાંથી શુભ સમાચારો મળશે. દરેક કામોમાં સફળતા મળશે. બુધવાર દામ્પત્ય જીવનમાં સુંદરતાલ- મેલ વધે અને દૈનીક આવકમાં વધારો થાય. ગુરૂવાર ધંધા વ્યવસાયમાં રોજીંદી કામગીરીમાં વિક્ષેપ આવે. શુક્રવાર પરદેશ સાથેના કામકાજ તેમજ નાણાંકીય કાર્યોમાં લાભ. શનિવાર મિત્રો તેમજ તેમના મિત્રોથી ધન લાભ થાય. રવિવાર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ રહે.

કર્ક

સોમવાર માનસીક ઉશ્કેરાટ તેમજ વાદવિવાદથી બચવુ. મંગળવાર દામ્પત્ય જીવનમાં ગેરસમજ અથવા જીવનસાથીની તંદુરસ્તીમાં ગરબડ થાય. બુધવાર શનિની પનોતીથી ખરાબ અસરો પ્રબળ બનશે. ગુરૂવાર ધન પ્રાપ્તી થવાથી મન ખુશમાં રહેશે. શુક્રવાર મિત્રોની લાગણી અને હૂફ મળશે. શનિવાર ધંધા વ્યવસાયમાં અવરોધો આવશે. રવિવાર પરદેશ તેમજ મુસાફરીના કામો ટાળવા.

સિંહ 

સોમવાર ભાગીદારોથી તેમજ જાહેરજીવનમાં મનદુઃખ થાય. મંગળવાર શત્રુઓ પર વિજય મળે છતા પરેશાની વધશે. બુધવાર જીવનસાથી તેમજ સંતાનોના કામોમાં સફળતા મળશે. ગુરૂવાર આજરોજ આપને શારિરીક અસ્વસ્થતા વધશે. શુક્રવાર ધંધા વ્યવસાયમાં આપની આગવી શૂઝથી નાણાં કમાશો. શનિવાર વિઝાના કામો તેમજ પરદેશના નાણાંનો વ્યવહાર કરવા માટેનો ઉત્તમ દિવસ છે. રવિવાર આવકમાં વધારો થાય શ્રેષ્ઠ દિવસ છે.

 

કન્યા 

સોમવાર કોર્ટ કચેરી તેમજ વાદવિવાદના કામોમાં સફળતા મળશે. મંગળવાર સંતાનોના કામોમાં તેમજ મોસાળપક્ષથી લાભ થશે. બુધવાર દરેક કામોમાં સાવધાની રાખવી નુકશાન થવાના યોગ છે. ગુરૂવાર દૈનીક આવકમાં ઘટાડો થાય દરેક ક્ષેત્રમાં પીછેહઠ થાય. શુક્રવાર કુદરતી સહાય મળતા દરેક કાર્યો સફળ થાય. શનિવાર શેરસટ્ટા તેમજ જાખમી કામકાજથી સફળતા મળશે. રવિવાર નકારાત્મક વિચારોથી તકલીફ વધશે.

તુલા

સોમવારે સંતાનોના તમામ પ્રકારના કામકાજમાં સફળતા મળશે. મંગળવાર શેરસટ્ટાના તેમજ આકસ્મીક ધન લાભ થશે. બુધવાર શૈક્ષણીક કામો તેમજ મુસાફરીથી ધન પ્રાપ્તી થાય. ગુરૂવાર મહેમાનોનું આગમન થવાથી ખર્ચમાં વધારો થશે. શુક્રવાર મોસાળ પક્ષ તેમજ કુટુંબના વડીલોની ઝડપી મદદ મળશે. શનિવાર આપના ધંધા વ્યવસાયમાં અને દૈનીક આવકમાં તકલીફ વધશે. રવિવાર મોજમજા અને આનંદ પ્રમોદમાં દિવસ પસાર થશે.

 

વૃશ્ચિક

સોમવાર માતા પિતાની તંદુરસ્તીમાં ગરબડ થાય મધ્યમ દિવસ છે. મંગળવાર જમીન મકાન અને વાહનના કામોમા સાવચેતી રાખવાથી લાભ થશે. બુધવાર ધન લાભ થવાના યોગ છે તક ઝડપી લેશો. ગુરૂવાર માનસીક ઉશ્કેરાટને કાબુમાં રાખશો ધન લાભ થવાનો છે. શુક્રવાર પ્રણય તેમજ સગાઈના કામકાજમાં સફળતા મળશે. શનિવાર આપના શત્રુઓ આપને લાભ આપશે. રવિવાર સગા સંબંધીઓ સાથે દિવસ મજામાં પસાર થશે.

ધન 

સોમવાર મધ્યાહન પછી મુસાફરી તેમજ શુભ સમાચાર મળવાના યોગ છે. મંગળવાર ધાર્મિક તેમજ માંગલીક કામોમાં ભાગ લેવાનું બનશે. બુધવાર ભાઈ બહેનોની મદદ મળે દરેક બાબતે શ્રેષ્ઠ દિવસ છે. ગુરૂવાર જુના મકાન વાહનની ખરીદીમાં સાવધ રહેવુ. શુક્રવાર શત્રુઓ પર વિજય મળે મોસાળ પક્ષથી લાભ. શનિવાર સંતાનો સાથે મનદુઃખ તેમજ તેમના કામોમાં અવરોધ આવે. રવિવાર વાણી પર અંકુશ રાખવો હીતાવહ છે.

મકર
 

સોમવાર આજે આપને ગેરકાનુની અને અયોગ્ય માર્ગેથી ધન મળશે. મંગળવાર વિલવારસ તેમજ જમીનના કામોમાં નાણાં મળશે. બુધવાર આપને વાગવા પડવાથી તેમજ પોલીસની કાર્યવાહીથી તકલીફ થશે. ગુરૂવાર ભાઈ બહેનો સાથે તકરાર અને મનદુઃખ થવાથી ભરપૂર શકયતાઓ છે. શુક્રવાર આપની કિંમતી ચીજવસ્તુ ખોવાય અથવા ચોરાય. શનિવાર માતા તેમજ જીવનસાથીની તંદુરસ્તીમાં તકલીફ થાય. રવિવાર આરામ કરવામાં હીત છે.

કુંભ

સોમવાર માનસીક અસ્વસ્થતા જાળવશો ઉતાવળથી નિર્ણય લેવામાં નુકશાન છે. મંગળવાર આરોગ્ય તેમજ તંદુરસ્તી માટે નાણાંનો વ્યય થશે. બુધવાર મિત્રવર્ગ તરફથી દરેક રીતે મદદ મળશે. ગુરૂવાર શ્વસુરપક્ષ તેમજ જાહેરજીવનમાં ધન, યશ, માન મળશે. શુક્રવાર જમીન મકાન તેમજ માતા પિતાના કામોમાં સફળતા મળશે. શનિવાર શત્રુઓ તેમજ હરીફો પર વિજય મળશે. ઉત્તમ દિવસ છે. રવિવાર તમામ કાર્યોમાં સફળતા મળશે.

 

મીન

સોમવાર મોસાળ પક્ષ તેમજ કુટુંબ તરફથી દરેક પ્રકારની મદદ મળશે. મંગળવાર શત્રુઓ પર વિજય તેમજ તંદુરસ્તીના કામોમાં સફળતા મળશે. બુધવાર આપના વધુ પડતા આત્મવિશ્વાસ આપને નુકશાન કરશે. ગુરૂવાર આર્થિક લાભ થાય ગયેલા નાણાં પરત આવી શકે. શુક્રવાર વધુ પડતા સાહસીક બનવું નહી જાખમ લેવા નહી. શનિવાર આકસ્મ્ક ધન લાભ થવાથી દિવસ આનંદમાં પસાર થાય. રવિવાર આજનો દિવસ પરિવાર સાથે આનંદમાં પસાર થાય.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.