Western Times News

Gujarati News

યાત્રાધામ શામળાજીમાં કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાતા ભક્તોમાં ફફડાટ

પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા: અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કોરોનાએ પગપેસારો કરતા શામળાજીમાં ફફડાટ ફેલાયો છે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ડ્રેસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી જતા હોસ્પિટમાં ફરજ બજાવતા તબીબો, આરોગ્ય કર્મીઓ અને સારવાર લેનાર દર્દીઓમાં ફફડાટ ફેલાયો છે  રેફરલ હોસ્પિટલ ત્રણ દિવસ માટે બંધ કરવાની નોબત આવતા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સારવાર માટે તકલીફ નો સામનો કરવો પડી શકે છે

પવિત્રયાત્રાધામ શામળાજી માં કોરોના વાયરસ નો કેસ આવતા આદિવાસી સમાજ ના આશીર્વાદ સમાન શામળાજી રેફરલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ ને કોરોના ની ઝપટમાં આવતા ગ્રામ્ય વિસ્તારની પ્રજા માં ખોફ પ્રસરેલ છે યાત્રાધામ શામળાજી માં આવેલ રેફરલ હોસ્પિટલમાં ડ્રેસર તરીકે કામગીરી બજાવી રહેલ કમૅચારીને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલ ના કમૅચારીઓ તથા ડોક્ટર  તથા સ્ટાફ માં ગભરાટ ફેલાઇ ગયો હતો કોરોના પોઝિટિવ આવતાં રેફરલ હોસ્પિટલ ત્રણ દિવસ માટે બંધ કરવામાંઆવી છે રેફરલ હોસ્પિટલ ના ત્રણ ડોક્ટર સ્વયં  આઈશોલેશન થઈ ગયા હતા

સવારથી જ જિલ્લા આરોગ્ય ની ટીમ રેફરલ હોસ્પિટલમાં આવી હતી અને આ કમૅચારી ના સંપર્કમાં આવેલ લોકોની  યાદી બનાવી તપાસ હાથ ધરી છે આમ યાત્રાધામ શામળાજી માં કોરોના નો પહેલો કેસ આવતા ગ્રામ્ય વિસ્તારની હજારો ગરીબ આદિવાસી સમાજ ના લોકો આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોવાથી  પ્રજા માં ભય અને ગભરાટ ફેલાયો હતો રેફરલ હોસ્પિટલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથધરી છે  કેટલાય લોકો ને આ ડ્રેસર દ્વારા ડ્રેસિંગ તેમજ સ્થાનિક સ્ટાફ અને જનતા ને સંક્રમિત કર્યા હશે અને હવે કેટલાય લોકો આ રોગચાળા ની ઝપટમાં આવશે તેની આજે તો જિલ્લા ભર માં ચર્ચાઓ વચ્ચે જીવલેણ કોરોના નો પ્રથમ કેસ આવતા ગરીબ જનતા માં ભય નો માહોલ  ઉભો થયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.