Western Times News

Gujarati News

સરકારી યોજનામાં સંચાલકે આપ્યું એક્સપાયરી ડેટનું બિયારણ

આદિવાસી ખેડૂતે સરકારી યોજના હેઠળ ખાતર-બિયારણ મેળવવા ૫૫૦ રૂપિયા ભરી ઓન લાઈન અરજી કરી
રાજપીપળા,  આદિવાસી વિસ્તારમાં “ગુજરાત પેટર્ન યોજના” અંતર્ગત અધિકારીઓ અને તાલુકા-જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની મિલીભગતથી મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ થોડા સમય પેહલા ગુજરાત ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લગાવતા ખળભળાટ મચ્યો હતો. એમણે આ મામલે સીએમ રૂપાણી સુધી ફરિયાદ કરી હતી

જાે કે એ મામલે કોઈ કાર્યવાહી થઈ કે નહીં એ મોટો પ્રશ્ન છે. હાલમાં જ સરકારી યોજનામાં એક્સપાયરી ડેટનું બિયારણ અપાયું હોવાની લેખિત ફરિયાદ જાગૃત આદિવાસી ખેડૂતે દેશના પીએમ અને રાષ્ટ્રપતિને કરતા ખળભળાટ મચ્યો છે. નાંદોદ તાલુકાના જાગૃત આદિવાસી ખેડૂત કાંતિભાઈ બામણજીભાઈ વસાવાએ જણાવ્યા મુજબ “એમણે સરકારી યોજના હેઠળ ખાતર-બિયારણ મેળવવા ૫૫૦ રૂપિયા ભરી ગ્રામ સેવક મારફતે ઓનલાઈન અરજી કરી હતી.

રાજપીપળા છઁસ્ઝ્ર ગ્રાઉન્ડ ખાતે ૧૩/૦૭/૨૦૨૦ ના રોજ ય્જીહ્લઝ્ર એગ્રોટેક લિમિટેડના સંચાલક પાસે તેઓ ખાતર-બિયારણ લેવા ગયા, સંચાલકે એમને ૪૫ કીલો યુરિયા, ૫૦ કિલો દ્ગઁદ્ભ, ૫૦ કિલો છજી તથા કારેલાનું ૫૫૦ ગ્રામ બિયારણ આપ્યું હતું.” હવે બીલમાં કારેલાનું બિયારણ ૧.૧ કિલો દર્શાવ્યું પણ એમને જે તે સમયે ૫૫૦ ગ્રામ જ આપ્યું હતું અને એ પણ એક્સપાયરી ડેટ એટલે જાન્યુઆરી ૨૦૨૦ નું, જેથી તેઓ બાકી નીકળતું બિયારણ લેવા ફરી ત્યાં પહોંચ્યા અને એક્સપાયરી ડેટનું બિયારણ આપ્યું હોવાની સંચાલકને રજુઆત કરી.

ખેડૂતની આવી રજુઆત સાંભળી સંચાલક ઉશ્કેરાઈ ગયો અને ધાકધમકી આપતા કહ્યું કે અમેં ઉપરની સૂચના મુજબ ખાતર-બિયારણ વિતરણ કરીએ છીએ, જાે વધારે કરશો તો તમને કોઈ લાભ નહિ આપીએ તો ખેડૂત કાંતિભાઈ બામણજીભાઈ વસાવાએ સંચાલકને એમ કહ્યું કે મને તમે બીલમાં કારેલાનું બિયારણ એક્સપાયરી ડેટ એટલે જાન્યુઆરી ૨૦૨૦નું અને ઓછું આપ્યું છે એ સુધારો કરી આપો, તો એમ કરવા પણ સંચાલકે ના પાડી.અંતે એમણે આ અન્યાય મામલે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રજુઆત કરી છે.

સંચાલકનું લાયસન્સ કાયમ માટે રદ કરો, કડક કાર્યવાહી કરોઃ કાંતિભાઈ બામણજી ભાઈ વસાવા,ખેડૂતઆદિવાસી ખેડૂત કાંતિભાઈ બામણજીભાઈ વસાવાએ જણાવ્યું કે, “ખાતર-બિયારણના સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને એમનું લાયસન્સ કાયમી રાહે રદ થાય. સંચાલક દ્વારા વિતરણ કરેલું અને કબજા હેઠળનું તમામ બિયારણ સરકાર જપ્ત કરે અને એનું લેબ ટેસ્ટિંગ કરાવે. જાે ગેરરીતિ માલુમ પડે તો એનું તમામ બિયારણ સરકાર પોતાના હસ્તક લઈ લે એવી મારી માંગ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.