Western Times News

Latest News from Gujarat

અમદાવાદના ૧૦ ડાૅક્ટરો હવે સુરતમાં આપી રહ્યા છે સારવાર

સુરત: શહેરના ૧૦ ડાૅક્ટરો ૧૫ માર્ચથી કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી સતત આ તબીબો સેવા પૂરી પાડી રહ્યા છે. જ્યારે સુરતમાં કોરોના વકર્યો ત્યારે આ ડાૅક્ટરોએ પોતાનું યુદ્ધ મેદાન બદલ્યું અને ત્યાં જઈને સેવા આપવાનો નિર્ણય કર્યો.

બી. જે. મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને ગુજરાત કેન્સર સોસાયટી (ય્ઝ્રજી) મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડાૅ. મંજીત નાયકે કહ્યું, ‘કોરોના વાયરસ મહામારી સુરતમાં ગંભીર બની ત્યારે ત્યાં રહેલા અમારા સાથીમિત્રો ઓનલાઈન અમારા સલાહ-સૂચન મેળવવા લાગ્યા. જેથી ગંભીર દર્દીઓની સારવાર કરી શકાય. રણનીતિ બનાવવામાં અને અમલ કરાવવામાં અમે પ્રથમ હરોળમાં હતા જેથી અમે મદદ કરવાનો નિર્ણય કર્યો.’

અમદાવાદની સિવિલ હોસ્પિટલ, ય્ઝ્રજી અને જીસ્જી હોસ્પિટલના ૧૦ ડાૅક્ટરોનું ગ્રુપ મિશન સુરત માટે ગયા અઠવાડિયે નીકળી ગયું હતું. તેમણે સુરત સિવિલ હોસ્પિટલની કોવિડ ફેસિલિટીમાં પોતાની સેવાઓ આપવાની શરૂ કરી દીધી. સાથે જ અન્ય ડાૅક્ટરોને તાલીમ આપવાની પણ શરૂઆત કરી. ડાૅ. નાયક ઉપરાંત આ ટીમમાં સિવિલ હોસ્પિટલના જૂનિયર ડાૅક્ટર્સ અસોસિએશનના ડાૅ. પિંકેશ રાઠવા, ડાૅ. હિરેન પટેલિયા, ડાૅ. માનસંગ ડોડિયા, ડાૅ. પંકજ નાડોદા, ડાૅ. રાહુલ ગામેતી, ડાૅ. યોગેશ મોરી, ડાૅ. ઓમાન પ્રજાપતિ, ડાૅ. દિવાકર શર્મા
અને ડાૅ. વિરાજ મોદીનો સમાવેશ થાય છે. જ્યારે ડાૅ. નિરંજન અજુવાડિયા આ ટીમના એકમાત્ર મહિલા તબીબ છે.

આ ડાૅક્ટરોએ જણાવ્યું કે, ૧૩-૨૬ જુલાઈ સુધીના સુરતના ફરજના દિવસો ગણીને તેઓ કુલ ૧૪૧ દિવસની નોન-સ્ટોપ કોવિડ ડ્યૂટી પૂરી કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરીથી ફરજ બજાવશે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડાૅ. વિરાજ મોદી અમદાવાદમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી વખતે કોરોના પોઝિટિવ આવ્યા હતા. ડાૅ. મોદીએ કહ્યું, મહામારી દરમિયાન સેવા કરવી અને ઐતિહાસિક બાબતો શીખવી તે જીવનમાં એકવાર મળતો અનુભવ છે.

ડાૅ. પિંકેશ રાઠવાએ કહ્યું કે, અમારી ટીમ સારવાર માટેના પ્રોટોકોલ તૈયાર કરવામાં અને તેનું પાલન કરવામાં સંકળાયેલી હતી. અમદાવાદમાં જે પદ્ધતિથી સારવાર આપી તે જ સુરતમાં પણ અમલમાં મૂકી છે. ડાૅક્ટરોએ કહ્યું કે, તેમણે પાયાની બાબતો જેવી કે તમામ મેડિકલ સ્ટાફ અને તબીબો અંગત સુરક્ષાનું ખાસ ધ્યાન રાખે તેનાથી શરૂઆત કરી. ડાૅ. નાયકે કહ્યું, ‘ઁઁઈ કિટ પહેરીને કામ કરવું થકવી નાખનારું હોય છે. અમે રેસિડેન્ટ તબીબોને એવી ઁઁઈ કિટ પસંદ કરવામાં મદદ કરી જેથી તેઓ સરળતાથી કામ કરી શકે.’

Copyright © All rights reserved. | Developed by Aneri Developers