Western Times News

Gujarati News

International Tiger Day: દરેક ભારતીય માટે ગર્વની વાત: દુનિયાની 70 ટકા વસ્તી ભારતમાં

નવી દિલ્હી: આજે વિશ્વ વાઘ દિવસ (International Tiger Day) છે અને ભારત માટે સારી અને ગર્વ કરવા જેવી વાત છે. વિશ્વમાં જે કુલ વાઘની વસ્તી છે તેમાંથી 70 ટકા વસ્તી ભારતમાં છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કુલ 2967 વાઘ છે. તમને યાદ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમેશા કહે છે કે ભારત પર્યાવરણને બચાવવામાં હંમેશથી આગળ રહ્યું છે. કારણ કે જંગલો અને જાનવરોને બચાવવા એ ભારતના સંસ્કારોમાં સામેલ છે. આજે વિશ્વ વાઘ દિવસ પર ભારત ગર્વ સાથે દુનિયાને જણાવી શકે છે કે સમગ્ર દુનિયાના 70 ટકા વાઘ ભારતમાં છે. આ આંકડા જોઈને તમને પણ ચોક્કસપણે સારૂ મહેસૂસ થશે કે દુનિયાની 70 ટકા વાઘની વસ્તી એકલા ભારતમાં છે. આપણા ભારત દેશમાં.

દુનિયાભરમાં વાઘને બચાવવા માટે બહુ ઓછું કામ થઈ રહ્યું છે. પરંતુ ભારતને આ કામમાં ખુબ સફળતા મળી છે. આ જ કારણ છે કે દુનિયાના 70 ટકા વાઘ ભારતમાં છે. દેશમાં સૌથી વધુ 526 વાઘ મધ્ય પ્રદેશમાં છે. દેશમાં 12 વર્ષમાં વાઘોની સંખ્યા બમણી થઈ છે. ભારતમાં છ વર્ષમાં 560 વાઘના મૃત્યુ થયા.  2010માં રશિયાના સેન્ટપીટર્સબર્ગમાં વાઘને બચાવવા માટે શિખર સંમેલન થયું હતું. આ સંમેલનમાં 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો પ્રણ લેવાયો. ભારતે ચોક્કસપણે આ સંકલ્પ નિભાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.