Western Times News

Gujarati News

મુંબઇમાં ભારે વરસાદને લીધે ૯ સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ

કોલાબામાં વરસાદનો ૪૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૨૪ કલાકમાં ૨૯૪ મિમી પાણી ભરાયું; રાજ્યમાં એનડીઆરએફની ૨૦ ટીમ તહેનાત

મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદને કારણે સ્થિતિ વણસી છે.ભારે વરસાદને કારણે શહેરમાં અનેક ભાગોમાં પાણી ભરાયા છે. ત્યાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. લોકો જ્યાના ત્યાં ફસાયા છે. ફક્ત ૧૨ કલાકમાં કોલાબા વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો છે જે છેલ્લા ૪૬ વર્ષમાં નહોતો પડ્યો. મુંબઈમાં ભારે વરસાદને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન ફુંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આજે પણ મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે. સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

બીએમસીનીએ હેલ્પલાઈન નંબરોનું લિસ્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદને કારણે બીએમસીને ૧૫૦ વુક્ષો પડ્યાની ફરિયાદ મળી છે. આ ઉપરાંત રસ્તા પર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. આ ઉપરાંત ભિવંડી બાયપાસ, મુબ્રા બાયપાસ પર ગાડીઓની લાંબી લાઈન જોવા મળી છે. મુંબઈમાં દ્ગડ્ઢઇહ્લની ૫ ટીમ કામે લાગી છે. કોલ્હાપુરમાં ૪, સાંગલીમાં ૨, સતારા,થાણેમાં ૧-૧ ટીમ, નાગપુરમાં પણ ૧ ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે. કોલાબામાં ૧૨ કલાકમાં ૧૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અને મુંબઈ, થાણે, પાલઘરમાં હજુ પણ રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વરસાદ બાદની સ્થિતિ મામલે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો છે.

મુંબઈની મસ્જિદ અને ભાયખલા સ્ટેશન વચ્ચે ૨ લોકલ ટ્રેન રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે ફસાઈ ગઈ હતી. જેમાંથી ૧૫૦ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. જ્યારે અન્ય બે ટ્રેનમાં ૨૦૦ લોકો ફસાઈ ગયા છે. મુંબઈના કોલોબામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. તો દક્ષિણ મુંબઈમાં ૪૬ વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં આવી સ્થિતિ સર્જાઈ છે. ૪૬ વર્ષ પહેલા ઓગસ્ટ મહિનામાં ૧૨ કલાકમાં ૨૯૪ એમએમ વરસાદ થયો હતો. ઓગસ્ટમાં ૧૯૭૪માં કોલાબામાં ૨૬૨ એમએમ વરસાદ થયો હતો. જ્યારે આ વર્ષે બુધવારે ૨૯૩.૮ એમએમ વરસાદ થયો છે. મુંબઈના કોલાબામાં છેલ્લા ૧૨ કલાકમાં ૨૯૩.૮ મિમી વરસાદ થયો છે. આ પહેલા કોલોબામાં ઓગસ્ટ મહિનામાં ૧૯૭૪માં રેકોર્ડ ૨૬૨ મિમી વરસાદ પડ્યો હતો.

ફોર્ટ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ, ગિરગાંવ, બ્રીચ કેન્ડી, પેડર રોડ, હાજી અલી જેવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ચર્ની રોડમાં વિલ્સન કોલેજની સામે ગિરગાંવ, બાબુલનાથ એરિયા, બાલકેશ્વર એરિયામાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. આમાંથી ઘણા વિસ્તારોમાં લાઈટ જતી રહી છે. જેજે હોસ્પિટલના કેઝ્‌યુઅલ્ટી વોર્ડમાં પાણી ઘુસી ગયું છે. દક્ષિણ મુંબઈની કેટલીક હોસ્પિટલમાં પાણી ભરાવાના સમાચાર છે. જસલોક હોસ્પિટલની ઈમારતની કેટલીક ટાઈલ્સ પડી ગઈ છે.

ભારે વરસાદના પગલે જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટમાં ભારે ભરખમ ક્રેનો પણ ઉંધી વળી ગઈ હતી. આ જ રીતે શેરમાર્કેટની બિલ્ડિંગ પર લાગેલું બોર્ડ પણ તૂટી ગયું હતું. ડી વાઈ પાટીલ સ્ટેડિયમને પણ નુકસાન થયું છે. તેના ઘણા રેલિંગો પણ ઉડી ગયા હતા. દક્ષિણ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમની હાઈમાસ્ટ લાઈટના થાંભલાઓ પણ ભારે પવનના કારણે હલતા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં પાલઘર ગ્રામીણ પોલીસે જિલ્લામાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિની વચ્ચે ૨૨ લોકોને બચાવી લીધા છે. તેમાં એક ૫ વર્ષની બાળકી પણ સામેલ છે, જે ઝાડ પર ચઢી ગઈ હતી અને ૪ કલાકથી પણ વધુ સમય સુધી ત્યાં જ ફસાયેલી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.