Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાએ અત્યાર સુધી ૪૦ હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો

નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના ૨૪ કલાકમાં ૫૬,૨૮૨ નવા કેસ નોંધાયા છે. ભારતમાં હવે સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૧૯.૬૪ લાખને પાર થઈ ગઈ છે. બીજી તરફ એક જ દિવસમાં કોવિડ-૧૯ના કારણે ૯૦૪ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે ૧૯,૬૪,૫૩૭એ પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસના ભારતમાં હવે ૫ લાખ ૯૫ હજાર ૫૦૧ એક્ટિવ કેસ છે. બીજી તરફ, ૧૩ લાખ ૨૮ હજાર ૩૩૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૪૦,૬૯૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
બીજી તરફ, દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ભારતમાં ૫ ઓગસ્ટ સુધીમાં કુલ ૨,૨૧,૪૯,૩૫૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૬૪,૯૪૯ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ૨૪ કલાકમાં કોરોના વાયરસના વધુ ૧૦૭૬ કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૮૧૫ થઈ ગઈ છે. દરમિયાન રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૦૪૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ૧૩૮ દર્દીઓને અમદાવાદથી અને ૧૦૨ દર્દીઓને સુરતથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન રાજ્યમાં ૨૪ કલાકમાં વધુ ૨૩ દર્દીનાં મોત થતા આંકડો ૨૫૫૭ પર પહોંચી ગયો છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૩૭, અમદાવાદ શહેરમાં ૧૪૩, વડોદરામાં ૧૦૫, રાજકોટમાં ૮૦, જામનગર શહેરમાં ૪૫, અમરેલીમાં ૩૦ અને કચ્છમાં ૨૭ કેસ નોંધાયા હતા. રાજ્યમાં ૧૦ જિલ્લામાં સિંગલ ફિગરમાં કેસ નોંધાયા હતા. જેમાં ગીરસમોથનામાં ૯, મહિસાગરમાં ૯, નર્મદામાં ૮, તાપીમાં ૮, અને વલસાડમાં ૭, જૂનાગઢમાં ૫, અરવલ્લીમાં ૩, અને છોટાઉદેપરમાં અને ડાંગમાં ૨-૨ તેમજ જામગનર શહેર અને દેવભૂમિ દ્વારાકના ૧-૧ કેસનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.