Western Times News

Gujarati News

900 કોલ રેકોર્ડિંગ લઈને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, કોન્સ્ટેબલ પત્ની અને સાળી હત્યાનું પ્લાનિંગ કરી રહી હતી

આઝમગઢઃ એક મહિલા કોન્સ્ટોબલે ષડયંત્ર અંતર્ગત લગ્ન કરીને બે મહિનામાં જ પતિની હત્યા કરવાનું પ્લાનિંગ બનાવ્યું હતું. આ કામમાં તેની સાથે ચાર વર્ષથી સંબંધ રાખનાર દરોગા અને તેની સગી બહેન સાથ આપી રહી હતી. તેના પતિને જ્યારે શક થયો ત્યારે તેની પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ એપ નાંખીને વાતો સાંભળી ત્યારે તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. 900 ઓડિયો રેકોર્ડિંગમાં તેની કરોડો રૂપિયાની જમીન હડપવા અને તેની હત્યાનું પ્લાનિંગ હતું.

આ આખો મામલો બલિયા જિલ્લામાં રેહનારા સંત કુમારનો છે. તેઓ અત્યારે અંડર ટ્રેનિગ પોલીસ વિભાગમાં છે. તેમના લગ્ન આઝમગઢમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ વિકાસ લતા સિંહ સાથે લોકડાઉન સમયમાં મંદિરમાં થયા હતા. આ લગ્નથી પતિ સંત કુમાર ખુબ જ ખુશ હતો. ઘરમાં એકનો એક પુત્ર, ઘરડી માતા અને દિવ્યાંગ પિતા વચ્ચે દુલ્હન આવવાની ખુશીઓ વધી ગઈ હતી. સંત કુમારની પાસે કરોડોની કિંમતની જમીન હતી. જેમાં તે ખેતી કરીને ખુશ રહેતો હતો.તાજેતરમાં તેની પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલના પદ ઉપર નોકરી પણ લાગી હતી. જોકે હવે તે અંડર ટ્રેનિંગ પ્રોસેસિંગમાં હતા. લગ્નના દોઢ મહિના બાદ આઝમગઢ જિલ્લામાં પોસ્ટિંગ દરમિયાન તેની પત્ની પાસે આવતો જતો રહેતો હતો. પતિ-પત્ની આઝમગઢમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ વચ્ચે મોબાઈલ ફોન ઉપર વાત કરવા માટે પત્ની એકાંતમાં જતી રહેતી હતી. પતિ સંત કુમારને આ અંગે થોડી શંકા જતા તેણે પત્નીની જાણબહાર મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ એપ ડાઉનલોડ કરી દીધી હતી. ત્યારબાદ તે પોતાના ઘરે બલિયા જતો રહ્યો હતો.

જ્યારે 10 દિવસ પછી બલિયાથી પરત આજમગઢ કોન્સ્ટેબલ પત્ની પાસે પહોંચ્યો હતો. ત્યારે પત્નીના નખરા અને વ્યવહારમાં ઉલટ પરિવર્તન જોવા મળ્યું હતું. તક જોઈને પતિએ પત્નીના મોબાઈલ ફોનમાંથી બધા વોઈસ કોલ રેકોર્ડિંગ લઈ લીધા હતા. જ્યારે આ રેકોર્ડિંગ સાંભળ્યા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બધા રેકોર્ડિંગમાં પ્રેમી દરોગા રામસૂરત યાદવ સાથેની વાતો હતી જે મિર્ઝાપુરમાં તૈનાત છે. તેમના વચ્ચે રોમેન્ટિક વાતોથી લઈને થનારા બાળકો અને સંતકુમારની જમીન મળવવા અને પોતાને વારીસ બનાવવાની વાતો હતો.એટલું જ નહીં સંત કુમારની હત્યા કરવા માટે મહિલા કોન્સ્ટેબલે રિવોલ્વરની પણ ડિમાંડ કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં એક નવો મામલો સામે આવ્યો હતો. જેમાં મહિલા કોન્સ્ટેબલની સગી બહેનનો પણ ઓડિયો ક્લિપિંગ હતી. જેમાં પતિને દહેજ માટે ફસાવવામાં આવશે અને ત્યારબાદ પોતાના કાકાના માણસો મોકલીને તેની હત્યા કરીને ડેડબોડી ફેકી દેવામાં આવશે. પત્ની અને પોતાના પ્રેમી સાથેની ઓડિયો ક્લિપ પણ આવી જેમાં તે પોતે કહી રહી હતી કે હવે તેની હત્યા કરી દઈએ. જે થશે એ જોયું જશે. આ તમામ ઓડિયો સાંભળીને પતિ વિચલિત થઈ ગયો હતો.અચાનક વ્યવહારમાં આવેલા પરિવર્તનમાં એક વાત એ પણ સામે આવી હતી કે લખનઉમાં એક ખરીદેલી જમીન ઉપર મોલ બનાવવા માટે પતિ પાસે પૈસા માટે દબાણ કરવું. તેણે કહ્યું કે ઘરની જમીન વેચીને લખનઉમાં એક મોલ બનાવવામાં આવે જેના માટે પતિએ જમીન વેચવા માટે ચોખ્ખી ના પાડી હતી. કોન્સ્ટેબલ પત્ની અને દરોગાના ઓડિયો ક્લિપ લઈને પતિ આજમગઢના એસપીનો સંપર્ક કર્યો હતો. અને તેણે પોતાની આપવીતી સંભળાવી હતી. એસબીએ આ મામલાને ગંભીરતા પૂર્વક લઈને ક્ષેત્રાધિકારી પાસે બધા ઓડિયો ક્પિપિંગની તપાસ કરાવી અને પત્ની અને દરોગા વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમને સસ્પેન્ડ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.