Western Times News

Gujarati News

બે સગા ભાઈઓએ બહેનની હત્યા કરી લૂંટ ચલાવી

પ્રતિકાત્મક

અમદાવાદ: શહેરમાં થોડા દિવસ પહેલા લૂંટ માટે બે સગા ભાઈઓએ પોતાની બહેનની હત્યા કરી નાખી હતી. રાખડી બાંધવાના બહાને ઘરે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે પકડેલા આરોપી સાજીજુલ ઉર્ફે સાજીત શેખ અને રોજો અલી શેખ બંને સગા ભાઈઓ છે. પોતાની બહેન ના ઘરે લૂંટ કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે મરનાર સોકી ઉર્ફે મીરા મૂળ કોલકાત્તાની છે અને ઘણા વર્ષોથી અમદાવાદમાં રહેતી હતી. મીરા અમદાવાદમાં આવી પ્રથમ લગ્ન રાકેશ નેપાળી સાથે કર્યા હતા. મીરા દેહવ્યાપારનો ધધો કરતી હોવાનું સામે આવ્યું હતું. અને જેના કારણે તેના ભાઈ સાજીતના છૂટાછેડા થયા હોવાથી ભાઈને ગુસ્સો હતો.

આરોપી સાજીત શેખએ વાતનો ગુસ્સો રાખીને બેઠો હતો. જોકે પેહલા લગ્ન બાદ મરનાર મહિલાએ બીજા લગન રામસ્વરૂપ સાધુ સાથે કર્યા હતા. ગત ૩૧ જુલાઈના રોજ રામસ્વરૂપ અને મરનાર વચ્ચે બબાલ થઈ હતી અને જેમાં મીરાનો ફોન પણ તોડી નાખ્યો હતો.

આ વાત બંને ભાઈઓ ને ખબર પડી હતી અને એવી શંકા હતી કે જો તેની બહેનના બીજા લગ્ન પણ તૂટી જશે તો યે પરત ઘરે આવશે અને દેહવેપારનો ધંધો કરશે. અને એક ભાઈને છૂટાછેડાનો ગુસ્સો હતો. જેથી ગત ૪ ઓગસ્ટના રોજ લૂંટના પ્લાન સાથે તેના ઘરે ગયા અને મીરાની હત્યા કરી આશરે ૬ લાખના મુદ્દમાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે બંને ભાઈઓની ધરપકડ કરી રામોલ પોલીસને સોંપવા કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે અન્ય શું ખુલાસો થાય છે તે જોવું રહ્યુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.