Western Times News

Gujarati News

ICU કેરની જરૂર ધરાવતા કોરોનાના દર્દીઓમાં વધારો

Files Photo

અમદાવાદ,  અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટના રવિવાર સાંજ સુધીના આંકડા મુજબ, શહેરમાં રહેલી ૬૩ કોવિડ-૧૯ પ્રાઈવેટ હોસ્પિટલોમાં ૩૬૨ આઈસીયુ બેડ્‌સમાંથી ૨૧૮ બેડમાં દર્દીઓ છે, જ્યારે ૧૪૪ બેડ્‌સ હાલ ખાલી છે.

આમ શહેરમાં આઈસીયુ બેડ્‌સની ઓક્યુપન્સી રેટ ૬૦ ટકા થાય છે. જ્યારે વેન્ટીલેટર સાથેના ૧૨૨ આઈસીયુ બેડ્‌સમાં ૮૬માં દર્દીઓ છે, જેની ઓક્યુપન્સી રેટ ૭૦.૬ ટકા થાય છે. શહેરના એક એક્સપર્ટે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ જિલ્લામાં એવરેજ રોજના ૧૫૩ કેસ આવી રહ્યા છે. જાેકે આઈસીયુની સારવારની જરૂર હોય તેવા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એએચએનએના અધિકારીઓ જણાવી રહ્યા છે કે શહેર ટોચની ૪ કોવિડ-૧૯ કેર હોસ્પિટલોમાં આઈસીયુ વેન્ટિલેટરની કેપેસિટી ૪૦ છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

૨૭ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી ડેઈલી ઓક્યુપન્સી રેટ ૪૦માંથી ૩૪થી ૩૬ વચ્ચે રહ્યો હતો. એએચએનએના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી કહે છે, શરૂઆતની સરખામણીમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં આઈસીયુની સુવિધાની જરૂર પડે તેવા કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. તેમણે કહ્યું, કેટલાક દર્દીઓની હાલત સ્થિર થતા પહેલા લાંબા આઈસીયુ સ્ટેની જરૂર પડે છે અને બાદમાં તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી શકાય છે.

જ્યારે સારી વાત તે છે કે નવા ટ્રિટમેન્ટ પ્રોટોકોલના કારણે ગંભીર દર્દીઓનો પણ મૃત્યુદર નીચે જઈ રહ્યો છે. આ બાબત સ્વાસ્થ્ય વિભાગના આંકડામાં પણ જોવા મળે છે. કોવિડ-૧૯ના રોજના બુલેટિન મુજબ, વેન્ટીલેટર પરના પોઝિટિવ દર્દીઓની સંખ્યા મે મહિનામાં ૪૬ હતી, જે જૂનમાં ૬૫ થઈ, બાદમાં જુલાઈમાં તે ૭૨ થઈ અને ઓગસ્ટના ૯ દિવસમાં વધીને ૮૧ થઈ ગઈ છે. SSS

Click link to download full Western Times (Ahmedabad English) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.