Western Times News

Gujarati News

આજે નહીં તો થોડાક મહીના પછી ગેહલોત સરકાર પડી જશે: ભાજપ નેતા

નવીદિલ્હી, રાજસ્થાનમાં સચિન પાયલોટની આગેવાનીવાળા અસંતુષ્ઠ પક્ષ અને મુખ્યમંત્રી અશોક ગહેલોત વચ્ચે સમાધાન થવાના સંકેત મળી રહ્યાં છે આ સંકેતો વચ્ચે ભાજપે પણ પોતાના વિવિધ વિકલ્પો પર ચર્ચા વિચારણા શરૂ કરી દીધી છે.ભાજપ ૧૪ ઓગષ્ટે વિધાનસભા સત્ર શરૂ થતાં પહેલા એકજુટતા પ્રદર્શિત કરવાના પ્રયત્નમાં લાગી ગઇ છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે સમાધાનના સમાચાર વચ્ચે ભાજપ ધારાસભ્ય દળના નેતા ગુલાબ ચંદ કટારિયાએ ગેહલોત સરકારને લઇને મોટો દાવો કર્યો છે કટારિયાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં એકતા હશે તો અસ્થાઇ રહેશે અને સરકાર પડી જશે.
કટારિયાએ જણાવ્યું હતું કે ભાજપ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરારાજે જયપુરમાં બેઠકમાં ભાગ લેશે તે છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી રહી છે સુત્રોના મતે રાજસ્થાનમાં ગહેલોત સરકાર સામે પાયલોટ પક્ષના ૧૮ ધારાસભ્યોના બળવા પછી પ્રદેશમાં ભાજપની રણનિતિને લઇને વિશ્વાસમાં ના રાખવાથી વસુંધરા રાજે નાખુશ છે. કટારિયાએ કહ્યું કે જાે ગહેલોત સરકાર પડશે તો કોંગ્રેસના આંતરિક કલહના કારણે પડશે અને આ ચાલશે તો નારાજ પક્ષો વચ્ચે કોઇ પ્રકારના સમાધાનના કારણે થશે જાે કે તેમણે વિશ્વાસ કર્યો કે અંતમાં ગહેલોત સરકાર પડશે આજે નહીં તો કેટલાક મહિનામાં આ પડી જશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.