Western Times News

Gujarati News

ન્યુઝિલેન્ડમાં 102 દિવસ બાદ કોરોના વાયરસનો પ્રથમ કેસ: લોકડાઉનની ઘોષણા

વેલિંગ્ટન, કોરોના વાયરસ સંક્મણથી 102 દિવસ સુધી દૂર રહ્યા બાદ ન્યું ઝિલેન્ડમાં સ્થાનિક સ્તરે આ રોગચાળાનાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક જ પરિવારના ચાર સભ્યોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ કેસ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ફરી એકવાર કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ પરિવારના સંપર્કમાં આવતા તમામ લોકો એકલા થઈ ગયા છે. આખું વિશ્વ આજકાલ કોરોના વાયરસ રોગચાળા સામે ઝઝુમી રહ્યું છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ વિશ્વમાં એક દ્રષ્ટાંત તરીકે ઉભરી આવ્યું છે.

ન્યું ઝિલેન્ડ સરકાર દ્વારા માર્ચના અંતમાં કડક લોકડાઉન કરીને આ સંક્રમણને સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં આવ્યું હતું. તે સમયે અહીં માત્ર 100 લોકોને વાયરસનો ચેપ લાગ્યો હતો. રવિવારે જ સ્થાનિક સ્તરે ચેપનો એક પણ કેસ ન નોંધાયાનાં 100 દિવસ પૂરા થયાં હતાં. છેલ્લાં ત્રણ મહિનાથી ન્યુઝીલેન્ડમાં ફક્ત થોડા લોકોને જ ચેપ લાગ્યો છે. તેમાંથી એવા લોકો પણ છે જે વિદેશથી પરત ફરી રહ્યા છે. તેમને સરહદ પર જ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. ઓટાગો યુનિવર્સિટીના રોગચાળાના નિષ્ણાત પ્રોફેસર માઇકલ બેકરે કહ્યું, “તે સારા વિજ્ઞાન અને મહાન રાજકીય નેતૃત્વનો ચમત્કાર છે.” જો તમે વિશ્વભર પર નજર કરો તો તે દેશો કે જે ચેપને નિયંત્રણમાં રાખવામાં સફળ થયા છે, ત્યાં સામાન્ય રીતે આ બે બાબતોનો સંગમ હોય છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.