Western Times News

Gujarati News

એવા કોઇ પુરાવા નથી મળ્યા કે જેનાથી પુતિનના દાવા પર ભરોસો કરી શકાય: અમેરિકા

વોશિંગ્ટન, રશિયાએ કોરોનાની રસીની સફળ વેકસીન બનાવી હોવાની જાહેરાત કરી હતી જો કે તેને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે અમેરિકાના કોરોના સંક્રમણ રોગના નિષ્ણાંત એન્થની ફૌસીએ રસી બનાવી હોવાની જાહેરાત પર કહ્યું કે તેમને શંકા છે કે રસી કોરોના પર કામ કરશે એક ગ્રુપ ડિસ્કશન દરમિયાન ફૌસીએ કહ્યું કે રસી બનાવવી અને તે રસીને સુરક્ષિત અને અસરકારક સાબિત કરવી બંન્ને અલગ અલગ બાબતો છે.

ફૌસીએ રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને તેના એલાન બાદ કહ્યું કે રશિયા દુનિયાનો પહેલો દેશ બન્યો છે જેને કોરોનાની રસીને રેગ્યુલેટરી મંજુરી આપી છે. પુતિને કહ્યું કે આ રસીનુું કલીનિકલ પરિક્ષણ સફળ રહ્યું છે કોરોનાની વિરૂધ્ધ લડવામાં તે ઇમ્યુનિટી બનાવવામાં સફળ રહી છે.જાે કે તેમણે રસીનું તેનું ત્રીજુ ટ્રાયલ પુરૂ કર્યું નથી જેથી તેની અસરકારકતાને લઇને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ શંકા વ્યકત કરી છે ફૌસીએ કહ્યું કે તેમને એવો કોઇ પુરાવો મળ્યો નથી કે જેનાથી પુતિનના દાવા પર ભરોસો કરી શકાય.

ફૌસીએ કહ્યું કે મને આશા છે કે રશિયન લોકોએ નિશ્ચિત રીતે ખાતરી કરી હશે કે રસી સલામત અને અસરકાર હશે જાે કે મને શંકા છે કે તેમણે આમ કર્યું હશે તેમણે એમ પણ કહ્યું કે અમેરિકનોએ એ સમજવું જાેઇએ કે રસીની મંજુરી મેળવવા માટે તે સલામત અને અસરકાર હોવી જરૂરી છે આશા છે કે આ વર્ષના અંત સુધીમાં એક સલામત અને અસરકારક રસી આવી જશે જાે કે તેમણે એ વાત પર ભાર મુકયો હતો કે એક સલામત અને પ્રભાવશાળી રસીની ગેરન્ટી કયારેય નહીં આપી શકાય.
ફુડ એન્ડ ડ્‌ગ્સના એડમિનિસ્ટ્રેશનના પૂર્વ કમિશનર સ્કોટે ગોટલીએબે પણ કૌસીની શંકાને સમર્થન આપતા કહ્યું કે રશિયા મહામારીની વચ્ચે એક અનેક બનાવટી અભિયાન ચલાવી રહ્યું છે આના પર અમેરિકાએ દબાણ કરવું જોઇએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.