Western Times News

50 years of Ethical Journalism

સૂર્યા ફાઉંડેશન દ્વારા કુસ્કી ગામમાં પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનું મહાઅભિયાન

(પ્રતિનિધિ) ભિલોડા, સૂર્યા ફાઉંડેશન એક સામાજિક સંસ્થા છે તેના દ્વારા સંચાલિત આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દેશભરના ૧૮ રાજયમાં ૧ કરોડ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન દિલ્લી ખાતે દક્ષતા શિવિરમાં હાથ ધરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજયમાં ર લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે.

સુર્યા ફાઉંડેશન અન્ય સંસ્થાઓ તેમજ વિવિધ ગામોમાં સેવાભાવીઓની સમિતિનું ગઠન કરી વૃક્ષારોપણનો મહાઅભિયાન પૂરો કરશે. સુર્યા આદર્શ ગ્રામ યોજના ગુજરાત ક્ષેત્રના પ્રમુખ શ્રી મહિપતભાઈ સુથારને નિયુકત કરવામાં આવ્યા છે અને વૃક્ષારોપણ અભિયાન ગુજરાતની જવાબદારી આપવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીનું ગ્રીન ભારતનું સપનું સાકાર કરવા સુર્યા ફાઉડેશન દર વર્ષે વૃક્ષારોપણનું આયોજન કરે છે.*