Western Times News

Gujarati News

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત  “પેસા “કાયદા હેઠળ ત્રિસ્તરીય પદાધિકારીઓ તાલીમ શિબિર યોજાઈ

(પ્રતિનિધિ) મોડાસા,  અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકા પંચાયત ખાતે રાજય ગ્રામ વિકાસ સંસ્થા દ્વારા અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજનુ અમલીકરણ એક્ટ ૧૯૬૬ ‘પેસા ‘કાયદા અંતગર્ત ત્રિસ્તરિય પદાધિકારી તાલીમ શિબિર યોજાઈ હતી.જેમાં સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇકોનોમિક એન્ડ સોસીયલ રીસચઁ ના ટ્રેનર હસમુખભાઈ પરમાર દ્વાર માગઁદશન આપવામાં આવ્યુ હતુ.

ભારતના સંવિધાન ૭૩ મા બંધારણીય જોગવાઇઓ મુજબ મુળભુત અધિકારોના રક્ષણ માટે સમગ્ર દેશમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ ની સ્થાપના તેમજ કાયદાકીય જોગવાઇઓ અને સત્તાઓ ૧૯૯૩ ની કલમ ૯૩/૯૪ તેમજ ગુજરાત રાજય માં “પેસા” કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારો, જોગવાઇઓ, ગ્રામસભાના અધિકારો.તેમજ ગ્રામ્ય અનુસુચિત પાંચમી અને છઠ્ઠી જોગવાઈ હેઠળ ગ્રાપંચાયત ના વિશેષ અધિકારોનું સવિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ.

આ તાલીમ શિબિરમાં મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ સુરતાબેન ડામોર, મેઘરજ તાલુકા વિકાસ અધિકારી વિ. કે.કડીયા, મદદનીશ ટી .ડી .ઓ.રજનીભાઈ પટેલ તેમજ જિલ્લા અને. તાલુકા સદસ્યો.અને ગ્રાપંચાયતના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાયઁકમ નુ સફળ સંચાલન ગૈરાગ પટેલ દ્વાર કરવામાં આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.