Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લામાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલા સહીત પાંચના મોત

ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સગર્ભા મહિલા સહીત ખાનગી હોસ્પીટલોમાં પાંચ દર્દીઓ ના કોરોના ની સારવાર દરમ્યાન મોત.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં કોરોના ની સંખ્યા સતત વધી રહી છે અને સાથે કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ રોજ જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે આજે ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સગર્ભા મહિલા સહીત અન્ય હોસ્પીટલ માં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ ના મોત નિપજતા તેઓ ના અંતિમ સંસ્કાર કોવિદ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા.

ભરૂચ જીલ્લા માં કોરોના પોઝિટિવ દર્દીઓ રોજ મૃત્યુ પામી રહ્યા છે.પરંતુ આરોગ્ય તંત્ર ના મૃત્યુ આંકડા માં સુધારો થતો નથી અને મૃત્યુ અંક તથા કોરોના પોઝિટિવ નો આંકડો છુપાવવામાં આવતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

માત્ર સરકારી હોસ્પીટલો માં કોરોના ના લેવાતા સેમ્પલો ના દર્દીઓ ના નામો સામે આવતા હોય છે.ત્યારે ખાનગી હોસ્પીટલો અને લેબો માં કોરોના ટેસ્ટ કરાવતા દર્દીઓ અને સારવાર લઈ રહેલા દર્દીઓ ના નામો તંત્ર સુધી પહોંચતા ન હોવાના કારણે ભરૂચ માં કોરોના પોઝિટિવી દર્દીઓ ની સંખ્યા માં ધટાડો થયો હોય તેમ લોકો માની રહ્યા છે.પરંતુ સાચા અર્થ માં ખાનગી લેબો અને હોસ્પીટલો માં કોરોના ની સારવાર લઈ રહેલી દર્દીઓ ની સંખ્યા ઉપર નજર કરવામાં આવે તો ભરૂચ જીલ્લા માં રોજ ના કોરોના પોઝીટીવ નો આંકડો ૫૦  થી ઉપર જાય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે આજે ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સારવાર લઈ રહેલી રહેવાસી ચામુંડા એન્જીનીયરીંગ વર્ક જીઆઈડીસી અંકલેશ્વર ની ૨૨ વર્ષીય સગર્ભા મહિલા નું બાળક સહિત મોત નીપજ્યું હતું.તો ભરૂચ ની ફલશ્રુતિ નગર ની ખાનગી હોસ્પીટલ માં ભરૂચ ની સેવાશ્રમ રોડ ઉપર આવેલ મઝમુદાર કંપાઉન્ડ માં રહેતા ૫૨ વર્ષીય ઈસમ નું મોત થયું હતુ.તો અંકલેશ્વર ના સમડી ફળીયા ના ૪૫ વર્ષીય નું પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું।તો ઝઘડિયા તાલુકા ના અશા ગામ ની ૮૬ વર્ષીય વૃદ્ધા નું કોરોના ની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

તો અંકલેશ્વર ના હસ્તી તળાવ વિસ્તાર ના ૫૯ વર્ષીય દર્દી નું પણ ફલશ્રુતિ નગર ની ખાનગી હોસ્પીટલ માં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આમ ભરૂચ જીલ્લા માં કોરોના પોઝીટીવ દર્દી સારવાર દરમ્યાન દમ તોડી રહ્યાં છે.તેમ છતાં આરોગ્ય તંત્ર ના મૃત્યુ અંક માં સુધારો ન થતા મૃત્યુ અંક પણ છુપાવવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.