Western Times News

Gujarati News

ટાટા મોટર્સે ભારતના સૌથી વિશાળ ટિપર ટ્રક સિગ્ના લોન્ચ કરી

મુખ્ય રૂપરેખા

  • વાહનનું કુલ વજન 47.5 ટન, જે ટિપર ટ્રક માટે દેશમાં સૌથી વધુ છે.
  • 6.7 લિટર ક્યુમિન્સ એન્જિન દ્વારા પાવર્ડ- તેના મજબૂત ટકાઉપણા અને વિશ્વસનીયતા માટે વિશ્વવિખ્યાત.
  • બેજોડ 6 વર્ષ / 6 લાખ કિલોમીટરની વોરન્ટી.
  • ટિપિંગ સમયે શક્ય ટોપલ શોધવા અને નિવારવા માટે સેન્સર્સ સાથે ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી- ફિટેડ આધુનિક ઈલેક્ટ્રોનિક સિસ્ટમ.
  • હિલ સ્ટાર્ટ આસિસ્ટ, 3 મોડ ફ્યુઅલ ઈકોનોમી સ્વિચ, ફ્લીટ એજ અને ઘણા બધા વધુ ઉદ્યોગ અવ્વલ ફીચર્સથી સમૃદ્ધ.

મુંબઈ, ભારતની અગ્રણી કમર્શિયલ વાહનોની ઉત્પાદક ટાટા મોટર્સે આજે કોલસા અને બાંધકામ સંબંધી સર્વ સામગ્રીઓના ભૂ પરિવહન માટે ભારતના સૌપ્રથમ 47.5 ટન મલ્ટી- એક્સેલ ટિપર ટ્રક સિગ્ના 4825.TK રજૂ કર્યાની ઘોષણા કરી હતી. સિગ્ના 4825.TKનું બેજોડ કુલ વાહનનું વજન તેને તેના 29 ક્યુબિક મીટર બોક્સ લોડ બોડી સાથે ટ્રિપ દીઠ વધુ ભાર વહન કરવાની અનુકૂળતા આપે છે.

નવા રજૂ કરાયેલા ટિપર ટ્રક ગ્રાહકોની ઉચ્ચ ઉત્પાદકતા અને ઝડપી ટર્નઅરાઉન્ડની જરૂરતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. તે 6 ફિલોસોફીના ટાટા મોટર્સના પાવર સાથે વિકસાવવામાં આવ્યા છે અને બહેતર કામગીરી, ઉચ્ચ પેલોડ ક્ષમતા, માલિકીનો ઓછો કુલ ખર્ચ, ઉચ્ચ આરામ અને ડ્રાઈવર માટે સુરક્ષા પ્રદાન કરે છે.

સિગ્ના 4825.TK ક્યુમિન્સ ISBe 6.7- લિટર BS6 એન્જિન દ્વારા પાવર્ડ છે, જે 250hpનું હાઈ પાવર રેટિંગ અને ઝડપી ટર્નઅરાઉન્ટ સમયની ખાતરી રાખવા માટે 1000-1700rpmથી 950Nmનું ટોર્ક રેટિંગ ધરાવે છે. શક્તિશાળી એન્જિન સાથે 430mm વ્યાસના ઓર્ગેનિક ક્લચ સાથે હેવી ડ્યુટી G1150 9- સ્પીડ ગિયરબોક્સ ધરાવે છે. ગિયર રેશિયો ઓછા ઈંધણ ઉપભોગ સાથે ભૂ પરિવહન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. ટિપર ટ્રક 3 અજોડ ડ્રાઈવ મોડ્સ સાથે સમૃદ્ધ છે, જેમાં લાઈટ, મિડિયમ અને હેવીનો સમાવેશ થાય છે, જે 29 ક્યુબિક મીટર ટિપર બોડી અને હાઈડ્રોલિક્સ સાથે ફેક્ટરી- નિર્મિત, ઉપયોગ માટે તૈયાર વાહન તરીકે આવે છે. સિગ્ના 4825.TK બે પ્રકારમાં મળે છે, જેમાં 10×4, 10×2નો સમાવેશ થાય છે, જેથી તે ગ્રાહકને તેમની આવશ્યકતા અનુસાર સાનુકૂળતા પ્રદાન કરે છે.

સિગ્ના 4825.TKના લોન્ચ વિશે બોલતાં ટાટા મોટર્સના એમએન્ડએચસીવીના પ્રોડક્ટ લાઈનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી આર ટી વાસને જણાવ્યું હતું કે ટાટા મોટર્સે કઠોર ઉત્સર્જન ધોરણોમાંથી હિજરત કરવા માટે BS6 અમલબજાવણીની તક ઉપયોગ કરવા સાથે ખરા અર્થમાં વર્તમાન પ્રોડક્ટ પોર્ટફોલિયો અપગ્રેડ કર્યો છે અને કામગીરી, સંચાલન કાર્યક્ષમતા, આરામ અને સુરક્ષા માટે નવાં સીમાચિહનો સ્થાપિત કરીને ગ્રાહકની આવશ્યકતાઓ સાથે વધુ સુમેળ સાધ્યો છે. અમને સિગ્ના 4825.TK રજૂ કરવાની બેહદ ખુશી છે,

જેમાં સમયની આગળ વિશાળ પ્રોજેક્ટો પૂરા કરવા માગતા બાંધકામ અને કોલસા ઉદ્યોગમાંના ગ્રાહકોની જરૂરતોને ઓળખીને અમે 47.5 ટન કુલ વાહન વજન સાથેના ભારતના સૌથી વિશાળ ટિપર વિકસાવ્યા છે. અમે દેશની ઉત્ક્રાંતિ પામતી જરૂરતો અને માગણીઓને અનુકૂળ અને સાર્થક કરતાં ઉત્મત પ્રોડક્ટ ઓફર પ્રદાન કરવા સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અમારી પાવર ઓફ 6 ફિલોસોફી થકી અમે ઉદ્યોગમાં અવ્વલ પ્રોડક્ટો અને નિવારણો લાવવાનું અને કાર્ગો અને કન્સ્ટ્રક સેગમેન્ટ્સમાં અમારું સ્થાન વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું.

ઉપરાંત મોકળાશભરી સ્લીપર કેબિન, ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટીયરિંગ સિસ્ટમ, 3-વે મેકેનિકલી- એડજસ્ટેબલ આરામદાયક ડ્રાઈવિંગ સીટ અને આસાનીથી ફેરવી શકાતાં ગિયર્સ જેવા આધુનિક ફીચર્સ સાથે સિગ્ના 4825.TKની સસ્પેન્ડેડ કેબિન નીચાં NVH ગુણલક્ષણોની બાંયધરી આપે છે અને ખરાબ રસ્તાઓ પર પણ આરામદાયક સવારી આપે છે. શક્તિશાળી એર કંડિશનિંગ સિસ્ટમ બધા હવામાનમાં આરામદાયક ડ્રાઈવિંગની ખાતરી રાખે છે. ક્રેશ- ટેસ્ટેડ કેબિન, હાઈ સીટિંગ પોઝિશન, ભવ્ય ડેલાઈટ ઓપનિંગ, રિયર વ્યુ મિરર, બ્લાઈન્ડ સ્પોટ મિરર, મજબૂત સ્ટીલ 30 નંગના બમ્પર તેને દેશમાં સૌથી સુરક્ષિત ટિપરમાંથી એક બનાવે છે.

ટેકનોલોજી પ્રેરિત ટિપર ટ્રક નવી પેઢીનાં ફીચર્સ પણ પ્રદાન કરે છે, જેમાં હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HSA), વાહન પર વધુ બહેતર નિયંત્રણ માટે એન્જિન બ્રેક અને iCGT બ્રેક અને ઓછા સંચાલન ખર્ચનો સમાવેશ થાય છે. આ સંપૂર્ણ નિર્મિત ટિપર ટિપિંગ સમય શક્ય ટોપલ શોધવા અને નિવારવા માટે સેન્સર્સ સાથે આધુનિક ઈલેક્ટ્રોનિક સિસ્ટમ સાથે સમૃદ્ધ છે, જેથી ડ્રાઈવર અને ઓપરેટરોની સુરક્ષા વધારે છે.

તે ફ્લીટ એજના સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ સાથે આવે છે, જે ટાટા મોટર્સનું મહત્તમ ફલીટ મેનેજમેન્ટ માટે ભાવિ પેઢીનું ડિજિટલ નિવારણ હોઈ અપટાઈમ વધુ વધારે છે અને માલિકીનો કુલ ખર્ચ ઓછો કરે છે.

ટાટા મોટર્સના એમએન્ડએચસીવી ટ્રકોની સંપૂર્ણ શ્રેણી 6 વર્ષ/ 6 લાખ કિલોમીટરની ઉદ્યોગમાં અવ્વલ વોરન્ટી સાથે આવે છે. ટાટા મોટર્સે સંપૂર્ણ સેવા 2.0 અને ટાટા સમર્થ પણ ઓફર કરે છે, જેમાં દરેક એમએન્ડએચસીવીમાં કમર્શિયલ વાહનના ડ્રાઈવરના કલ્યાણ, અપટાઈમ બાંયધરી, ઓન-સાઈટ સર્વિસ અને ગ્રાહકલક્ષી વાર્ષિક જાળવણી અને ફ્લીટ મેનેજમેન્ટ નિવારણોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.