Western Times News

Gujarati News

વીજતંત્રની બેદરકારીએ ખેડૂતનો ભોગ લીધો

ભિલોડાના સુનોખ ગામે ખેતીકામ કરી રહેલા ખેડૂત પર વીજતાર પડતા વીજકરંટથી મોત,લોકોમાં આક્રોશ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં વીજતંત્રની બેદરકારીના પગેલે જિલ્લામાં અનેકવાર વીજકરંટ લાગવાની ઘટનાઓ બની છે વીજતંત્ર દ્વારા મેઇન્ટેનન્સના નામે અનેકવાર વીજપુરવઠો બંધ કરી કામગીરી કરવા છતાં લચકાતા વીજતાર ના લીધે વીજકરંટ અને તણખલા ઝરતા આગ લાગવાની ઘટનાઓ અનેકવાર બની રહી છે.

ભિલોડા તાલુકાના સુનોખ ગામે ખેતરમાંથી પસાર થતી વીજલાઈન ખેડૂત માટે યમદૂત સાબિત થઇ હતી ખેતરમાં કામકાજ કરી રહેલા વૃદ્ધ પર વીજતાર તૂટીને પડતા વીજકરંટ થી ખેડૂતનું પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનોમાં ભારે શોકાગ્નિ છવાઈ હતી વીજકરંટ થી ખેડૂતનું મોત નિપજતા અરવલ્લી જીલ્લા ક્ષત્રીય ઠાકોરસેનાના પ્રમુખ સંજયજી ઠાકોરે વીજતંત્રની લાલીયાવાડી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વીજતંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ભિલોડા તાલુકાના સુનોખ ગામના કચરાભાઈ મોતીભાઈ ડાભી નામના ખેડૂત ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે ખેતરમાંથી પસાર થતી વીજલાઈનનો વીજતાર તૂટી ખેડૂત પર પડતા ખેડૂતને વીજકરંટ લાગતા ખેતરમાં ને ખેતરમાં ઢળી પડ્યા હતા ખેડૂતનું વીજકરંટ થી મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.
વીજકરંટની ઘટનાના પગલે પરિવારજનો અને લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા વીજતંત્રની બેદરકારીના પગલે ખેડૂતને જીવ ગુમાવવો પડતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર વીજતંત્રના અધિકારીઓને લચકતા વીજતારના સમારકામ અંગે વારંવાર રજુઆત કરવા છતાં સમારકામ કરવામાં ન આવતા ખેડૂત પરિવારના મોભીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.