Western Times News

Gujarati News

ગુજરાતનું નામ મુ્ઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોને ગૌરવશાળી  ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરતા મુખ્યમંત્રી

પોતાની સર્જનાત્મકતાથી વિવિધ ક્ષેત્રે કાર્ય કરનાર મહાનુભાવોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સન્માનિત શ્રેષ્ઠીઓ-કલાકારોએ પોતાની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણું ગુજરાત- આગવું ગુજરાત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા આજે સન્માનિત થતા મહાનુભાવોએ પોતાની સાથે ગુજરાત ગૌરવ વધાર્યું છે. સન્માનિત થનાર મહાનુભાવોએ ઇમાનદારીથી કાર્ય કરી પોત પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમનામાંથી અન્ય ગુજરાતીઓ પણ પ્રેરણા લેશે જ તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ મંતવ્ય-ચેનલ દ્વારા આવા સન્માનનો સરસ ઉપક્રમ યોજવા માટે ચેનલને અભિનંદન આપ્યા હતા.

આ એવોર્ડ સમારંભમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપાના અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી, મેયર શ્રીમતી બિજલબેન પટેલ, મંતવ્ય ચેનલના તંત્રી શ્રી દિપક રાજાણી, મંતવ્ય ચેનલના શ્રી જીતેશભાઇ પટેલ,  શ્રી રમેશભાઇ પટેલ, શહેરના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડથી સન્માનિત કરાયેલ મહાનુભાવોની યાદી

૧. શ્રી વેદપ્રકાશ ચિરીપાલ – ચેરમેન – ચિરીપાલ ગૃપ ટેક્ષટાઇલ
૨. શ્રી એન. કે. પટેલ – અર્બન પ્લાનિંગ – અર્બન હાઉસિંગ
૩. શ્રી શંકરલાલ પટેલ – પર્યાવરણ સુરક્ષા (વટવા જી.આઇ.ડી.સી)
૪. શ્રી પ્રવિણ કોટક – જે.પી. ઇન્ફાસ્ટ્રક્ચર ઇસ્કોન ગૃપ
૫. શ્રી જીતુભાઇ ચંદારાણા – શિક્ષણ સેવા (મારવાડી ગૃપ)
૬. શ્રી દેવકી નંદન બંસલ – ઉદ્યોગકાર

ગૌરવશાળી ગુજરાતી એવોર્ડ

૧. શ્રી અંજલીબેન રૂપાણી – પુજીત રૂપાણી ટ્રસ્ટ
૨. શ્રી ગૌરાંગ વ્યાસ – સંગીત
૩. શ્રી નરેશ પટેલ – ખોડલધામ
૪. શ્રી ધનરાજ નથવાણી – રીલાયન્સ
૫. શ્રી નરેશ કનોડિયા – ફિલ્મ અભિનેતા
૬. શ્રી કિર્તીદાન ગઢવી – ગાયક
૭. શ્રી ઐશ્વર્યા મજમુદાર – ગાયિકા
૮. શ્રી ચંદુભાઇ ફળદુ – ઉદ્યોગકાર
૯. શ્રી આશિષભાઇ શાહ – બાલાજી ગૃપ
૧૦. શ્રી અશોક ગજેરા – સવન ફિલ્ડર્સ
૧૧. શ્રી નરેન્દ્ર સમાણી – ધ ગ્રાન્ડ ભગવતી
૧૨. શ્રી દિનેશ પટેલ – દેવસ્ય કિડની હોસ્પિટલ
૧૩. શ્રી વૈધ રાજેશ ઠક્કર – નિસર્ગ આયુર્વેદ
૧૪. શ્રી સમીર મનસુરી – ઉપચાર
૧૫. શ્રી પ્રફુલ્લભાઇ ગઢવી – ગઢવી એકેડમી
૧૬. શ્રી ભરત કમાડિયા – સ્વચ્છતા
૧૭. શ્રી શશિકાંત શર્મા – ઉદ્યોગકાર
૧૮. શ્રી નૈનેષ દધાણિયા – રેસ્ટોરન્ટ
૧૯. શ્રી શૌરીન ભંડારી – મોટી વેશનલ સ્પીકર
૨૦. શ્રી અનિલ પંડ્યા – શિક્ષણ
૨૧. શ્રી મનદીપ પટેલ –
૨૨. શ્રી કિશોરભાઇ સાવંત – સ્ત્રી શિક્ષણ
૨૩. શ્રી ભરત પંચાલ – ફૂડ ઇન્ડસ્ટ્રીઝ
૨૪. શ્રી જીગર પટેલ – સ્વાગત ગ્રૃપ
૨૫. શ્રી કિશોર પ્રજાપતિ – અમલ ગૃપ
૨૬. ડૉ. નિસર્ગ ધારૈયા – ડૉક્ટર
૨૭. શ્રી સુરેન્દ્ર છાજેડ – ફિજીયોથેરાપી – યોગ
૨૮. શ્રી પ્રકાશ મોદી – ઝવેરી
૨૯. શ્રી પ્રહલાદ પરમાર – સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે
૩૦. શ્રી ધનરાજ જેઠાણી – આજકાલ ગૃપ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.