Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરથી તાકિદે ૧૦ હજાર સુરક્ષા દળોને પાછા બોલાવાશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરથી ૧૦ હજાર અર્ધસૈનિક દળોને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે અધિકારીઓએ આ જાણકારી આપી હતી તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની નિમણુંકની સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે એક અધિકારીએ જણાવ્યું હતું કે કુલ ૧૦૦ સીએપીએફની કંપનીઓને તાકિદના પ્રભાવથી પાછા બોલાવવાનો નિર્દેશ મળ્યો છે આ કંપનીઓ ગત વર્ષ કલમ ૩૭૦ના હટયા પહેલા કેન્દ્ર સરકારના નિર્ણયથી જમ્મુ કાશ્મીરમાં નિયુકત કરવામાં આવી હતી હવે આ કંપનીઓને પાછી તેમના બેસ લોકેશન પર મોકલવામાં આવશે.

નિર્દેશો પ્રમાણે આ સપ્તાહ સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કુલ ૪૦ કંપનીઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીમા સુરક્ષા દળ અને સશસ્ત્ર સીમા દળની ૨૦ કંપનીઓ જમ્મુ કાશ્મીરમાંથી પાછી બોલાવવામાં આવશે એક સીએપીએફ કંપનીમાં લગભગ ૧૦૦ કર્મીઓના પરિચાલનની ક્ષમતા હોય છે. ગૃહ મંત્રાલયે આ વર્ષે મેમાં કેન્દ્ર શાસિત પ્રદેશથી લગભગ ૧૦ સીએપીએફ કંપનીઓને પાછી બોલાવી હતી નવીનતમ ડી ઇડિકેશન સાથે કાશ્મીર ઘાટીમાં સીઆરપીએફ પાસે લગભગ ૬૦ બટાલિયન(દરેક બટાલિયનમાં લગભગ ૧૦૦૦ કર્મચારી)ની તાકાત હશે.

કેન્દ્ર સરકારે ગત પાંચ ઓગષ્ટે જમ્મુ કાશ્મીર રાજયનો વિશેષ દરજજાે પાછો લઇ લીધો હતો આ સાથે જ કેન્દ્રે કલમ ૩૭૦ની મોટાભાગની જાેગવાઇઓને ખતમ કરી દીધી હતી સાથે જ જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાષિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દીધા હતાં તે સમયે ઘાટીમાં શાંતિપૂર્ણ મોહોલ બનાવી રાખવા માટે કેન્દ્ર સરકારે વધારાની સુરક્ષા દળોની નિમણુંક કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.