Western Times News

Gujarati News

રાજીવ ગાંધીના કાર્યકાળમાં જ સૌ પહેલા રામરાજયનો પાયો નંખાયો હતો

ભોપાલ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ગુરૂવાર એટલે કે આજે ૭૫મી જયંતી છે આ પ્રસંગ પર મધ્યપ્રદેશ કોંગ્રેસને રામની યાદ આવી છે.કોંગ્રેસે સ્થાનિક અખબારોમાં જાહેરાત આપી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજીવ ગાંધીના કાર્યકાળમાં જ સૌ પહેલા રામરાજયનો પાયો નાખવામાં આવ્યો હતો.

જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૮૫માં રાજીવ ગાંધીના પ્રયાસોથી દુરદર્શન પર રામાયણનું પ્રસારણ શરૂ થયું અને ૧૯૮૬માં ઉત્તરપ્રદેશના તે સમયના મુખ્યમંત્રી વીર બહાદુર સિંહને રામ જન્મભૂમિ સ્થળના તાળા ખોલાવવા પડયા હતાં.  કોંગ્રેસે પોતાની જાહેરાતમાં ૨૧મી સદીના આધુનિક ભારતની સાથે જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પાયો રાખવાનો શ્રેય કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપ્યો છે કોંગ્રેસે દાવો કર્યો છે કે રાજીવ ગાંધીના કાર્યકાળમાં જ સૌથી પહેલા રામ રાજયનો પાયો નાખવામાં આવ્યો હતો રાજીવ ગાંધીએ દેશવાસીઓ માટે ૨૧મી સદીના આધુનિક ભારતના નિર્માણના પ્રયાસોની સાથે જ ભારતીયોની આસ્થા અને ધાર્મિક ભાવનાઓનું સમ્માન કર્યું હતું.

કોંગ્રેસે જે વાતોનો ઉલ્લેખ કર્યો હતો કે તેમાં મહાત્મા ગાંધીના રામ રાજયની ભાવનાનો પ્રભાવ રાજીવ પર હતો અને તેમના જ પ્રયાસોને કારણે ૧૯૮૫માં દુરદર્શને રામાનંદ સાગરના રામાયણનું પ્રસારણ શરૂ કર્યું હતું. નવેમ્બર ૧૯૮૯માં રામ મંદિરના શિલાન્યાસની અનુમતી આપવામાં આવી હતી અને તે સમયના ગૃહ મંત્રી બુટાસિંહને શિલાન્યાસમાં સામેલ થવા માટે મોકલવામાં આવ્યા હતાં. ચેન્નાઇમાં રાજીવ ગાંધીએ પોતાની અંતિમ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રામ મંદિર અયોધ્યામાં જ બનશે. એ યાદ રહે કે તાજેતરમાં કોંગ્રેસે રામ મંદિરના ભૂમિપૂજન પર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ઉજવણી કરવામાં આવી હતી અને આતશબાજી કરવામાં આવી હતી આ સાથે ભૂમિ પૂજનથી એક દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પોતાના ઘર પર હનુમાન ચાલીસાનો પાઠ પણ કરાવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.