Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં ૧૦૨૭ વીજ જોડાણો રાહત દરે અપાયા

પ્રતિકાત્મક

અમદાવાદ : અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત પરિવારોના જીવનમાં વિવિધ યોજનાઓ થકી વિકાસરૂપી ઉજાસ પાથરવાનો ભગીરથ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા રાજ્યમાં અંગભુત યોજના હેઠળ અનુસુચિત જાતિના લાભાર્થીઓને વીજ જોડાણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ વીજળીકરણના કામો ગુજરાત ઉર્જા વિકાસ નિગમની દેખરેખ હેઠળ જે તે વીજ કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાહતદરે વીજ જોડાણ આપવામાં આવે છે.

અમદાવાદ જિલ્લામાં તા. ૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણો આપવા માટેની ખાસ અંગભૂત પેટા યોજના ( અનુસૂચિત જાતિ વિકાસ યોજના) હેઠળ ૧૦૨૭૪ વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન પ્રસ્તુત માહિતી મુજબ આ યોજના અંતર્ગત લાભાર્થીઓને વીજ જોડાણ આપવાનો કુલ રૂ. ૭૫.૩૦ લાખ ખર્ચ થયેલ છે. આ યોજનાથી અનુસૂચિત જાતિના લોકોના ઘરમાં સાચા અર્થમાં વીજળીરૂપી ઉજાસ પથરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.