Western Times News

Gujarati News

બાબરી કેસ: સ્પેશિયલ કોર્ટનો ચુકાદો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં

નવી દિલ્હી, બાબરી વિધ્વંસ મામલે લખનૌની સ્પેશિયલ કોર્ટનો ચુકાદો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આવશે. સુપ્રીમ કોર્ટે કેસની સુનવણી કરી રહેલા વિશેષ જજ એસકે યાદવની ટ્રાયલની સ્ટેટ્‌સ રિપોર્ટ જોયા બાદ કેસની સુનાવણી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને ૩૦ સપ્ટેમ્બર સુધીની કરી છે. આ પહેલાં ૩૧ ઓગસ્ટ સુધીમાં સુનવણી પૂર્ણ કરવા માટેનો સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિત ઘણાં નેતોઓ આરોપી છે.

૮ મેના રોજ કેસની સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલને પૂર્ણ કરવા માટે ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધીનો સમય આપ્યો હતો ત્યારે કોર્ટે કહ્યું કે લખનૌમાં સીબીઆઈની ખાસ કોર્ટ ઓગસ્ટના અંત સુધીમાં મુકદ્દમો પુર્ણ કરી ર્નિણય આપે. સીબીઆઈ કોર્ટ ઓગસ્ટની સમયમર્યાદાનું ઉલ્લંઘન કરે નહી. સીબીઆઈ કોર્ટને વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. સ્પેશિયલ જજ એસકે યાદવે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને વધારે સમયની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અડવાણીએ ૧૯૯૨ બાબરી મજસ્જીદ વિધ્વંસ મામલે વિશેષ સીબીઆઈ કોર્ટ સામે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન નોંધ્યું હતું. અડવાણી લખનૌની ખાસ સીબીઆઈ કોર્ટ સામે વીડિયો લિંકના માધ્યમથી જોડાયા હતા. સાડા ચાર કલાક ચાલેલી સુનવણી દરમિયાન કોર્ટે અડવાણીને ૧૦૦થી વધારે સવાલ પૂછ્યા હતા. અડવાણીના વકીલે કહ્યું હતું કે, પોતાના વિરુદ્ધ તમામ આરોપોનો તેમણે ઈનકાર કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.