Western Times News

Gujarati News

રિયા ૧૪ લાખ રૂપિયા વાર્ષિક કમાય છે, મુંબઇમાં બે મોંઘા ફ્લેટ

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપૂત કેસમાં EDએ ફાઇનાન્સિયલ કન્ડીશનને લઇને રિયા ચક્રવર્તી સાથે લગભગ ૯ કલાકની પુછપરછ કરી, આ તમામ પુછપરછ પૈસાની લેવડ દેવડ અને આવકજાવકને લઇને હતી. આ પુછપરછમાં રિયા અંગે કેટલાક મહત્વના અને મોટા ખુલાસા સામે આવ્યા છે. રિયા ઉપરાંત ઇડીએ રિયાના ભાઇ શૌવક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પણ પુછપરછ કરી હતી.

ઈડીની આ પુછપરછમાં રિયાએ કેટલાક ખુલાસા કર્યા, રિયાએ પહેલા અડધા કલાક સુધી કંઇપણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો, તેને પોતાના વકીલની સામે જ ઈડ્ઢને સવાલોના જવાબો આપવાની વાત કહી હતી. ઈડીએ આના રિયાને લખીને આપવાનુ કહ્યું જેના કારણે રિયા પર થોડુ દબાણ ઉભુ થયુ, અને તે તેના સવાલોના જવાબ આપવા તૈયાર થઇ. રિયાના બે બેન્ક એકાઉન્ટ છે, તેમાં થોડીક રકમ જમા છે. ઈડીના અધિકારીઓએ જ્યારે આ રકમ વિશે રિયાને પુછ્યુ તો આના સવાલોથી બચવાની કોશિશ કરી હતી. ઈડીના સુત્રો તરફથી રિયાએ સવાલોના જવાબોને ટાળવાની કોશિશ કરી હતી.

રિયાની વાર્ષિક આવક ૧૪ લાખ રૂપિયા છે, એટલી ઓછી કમાણી હોવા છતાં રિયાની પાસે મુંબઇમાં બે મોંઘા ફ્લેટ કઇ રીતે આવ્યા? આ સવાલથી પણ રિયાએ બચવાની કોશિશ કરી. સુશાંતના એકાઉન્ટમાંથી કેટલાક પૈસા રિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા, જ્યારે આના વિશે ઇડીએ રિયાને પુછ્યુ તો આનો જવાબ રિયા પાસે નહતો. સુશાંત, રિયા અને રિયાનો ભાઇ શૌવિક ત્રણેય કંપનીમાં પાર્ટનર હતા, શૌવિકને સુશાંતે પાર્ટનર કેમ બનાવ્યો ? આ સવાલના જવાબમાં રિયાએ કહ્યું કે હું અને સુશાંત જ્યારે નજીક આવ્યા તો શૌવિક અને સુશાંતની ઓળખામ થઇ અને બન્ને સારા મિત્રો બની ગયા, એટલા માટે શૌવિકને પાર્ટનર બનાવવાનો ર્નિણય સુશાંતે ખુદ લીધો હતો. નવ કલાક ચાલેલી ઇડીની પુછપરછમાં રિયાએ કેટલાક ખુલાસા કર્યો અને કેટલાક પ્રશ્નોના જવાબો આપવાનુ ટાળ્યુ હતુ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.