Western Times News

Gujarati News

મોડાસાના મુલોજ ગામે ચેકડેમ પરથી પસાર થતા યુવકનો પગ લપસતાં પાણીમાં ગરકાવ

૧૮ કલાક તંત્રની ભારે જહેમત બાદ યુવકની લાશ મળી 
પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ દર વર્ષે બનતી હોય છે સતત ત્રણ દિવસથી જીલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ થતા નદી,નાળા,ચેકડેમ છલકાઈ ગયા છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ વાહનોને અને જુદી જુદી પોલીસ ટીમોને નદી અને મોટા નાળાઓના નિચાણના રસ્તાઓ અને પાણી પસાર થતું હોય તેવા રસ્તાઓ પર બંદોબસ્ત પોઈન્ટ ફાળવવામાં આવ્યા હતા અને પોલીસે તેવા તમામ રસ્તાઓ પરથી વાહનચાલકો અને રાહદારીઓને સમજાવટ કરીને અટકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિક સરપંચ અને તંત્રના અધિકારીઓ અને ફાયર તેમજ તરવૈયાઓની સાથે પણ સંકલન કરી લેવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ‘સુરક્ષા સો ટકા, જાનહાની ઝીરો ટકા’ના સુત્રને પોલીસે અમલમાં મુક્યુ હતુ જે મહદંશે સફળ રહ્યું હતું  મોડાસા તાલુકાના મુલોજ ગામ નજીક બનાવેલ ચેકડેમ પરથી પસાર થતા ૪૦ વર્ષીય યુવકનો પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મોત નિપજતા પરિવારજનો અને ગામલોકો માં શોકનું મોજું ફરી વળ્યું હતું

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

રવિવારે સાંજના સુમારે મુલોજ ગામનો રમેશ મથુરભાઈ ખાંટ (ઉં.વર્ષ-૪૦) નામનો યુવક ઘરેથી કામકાજ અર્થે નીકળ્યો હતો મુલોજ ગામ નજીક બનાવેલ ચેકડેમ પરની દીવાલ પરથી પસાર થતા પગ લપસતાં પાણીમાં ગરકાવ થઇ જતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા યુવક ચેકડેમ ડૂબી જવાની ઘટનાના પગલે મામલતદાર અરુણ ગઢવી, ટીડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જીલ્લા પંચાયત સદસ્ય રેવા ભાઈ ભાંભી અને સ્થાનિક અગ્રણીઓ દોડી ગયા હતા

તંત્રએ સ્થાનિક તેમજ માલપુરના તરવૈયાઓની મદદથી યુવકની લાશને શોધખોળ હાથધરી હતી ચેકડેમમાં પાણીની અવાક વધુ હોવાથી તરવૈયાઓએ ભારે જહેમત બાદ યુવકની લાશ મળી આવતા બહાર કાઢતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મૃતકની લાશને પીએમ માટે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તંત્રે યુવકની લાશ મળી આવતા રાહતનો શ્વાસ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.